Archive for March, 2012

હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું
તારીખ : આજની જ. પ્રતિ, … તમોને જ વિષય : જિંદગી અને તમે ભાઈશ્રી/બહેનશ્રી, હું ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદની કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
[1] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, હા ! મારા સમયે, તમારા સમયે નહીં !
[2] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[3] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[4] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[5] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[6] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
 [7] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[8] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[9] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય અને છેલ્લે…. હું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો તમારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
લિ. ભગવાનની આશિષ.
The Jam Sahib of Navanagar(Jamnager, Guajarat)

The Jam Sahib of Navanagar(Jamnager, Guajarat)

Sardar Vallabhbhai Patel - 1946

Sardar Vallabhbhai Patel - 1946

ભારતના લોખંડી પુરુષ – સરદાર વલ્લભભાઇ પટેલ સરદાર વલ્લભભાઇ પટેલનું (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ ! સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં.ભારતના એક રાજકીય તથા સામાજિક ન…ેતા હતા… જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું… આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર…સરદાર પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી ! તેમના ઋણને ફેડી શકીએ તેમ નથી! મા ભારતી ના આ સુપુત્રનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડૂતઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875ના થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તે વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવિત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં ! ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો…સરદાર ગાંધીજીને પોતાના રાજકીય ગુરુ માનતા. વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો તેથી તેઓએ ખેડૂતો માટે ખૂબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં, અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને ‘સરદાર’નું બિરુદ આપ્યુ હતું. 1930 માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. 1942માં ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં.  તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી સહિત વલ્લભભાઇને પણ જેલમાં પૂરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું – છતાં પણ તેઓ સહેજ પણ નહોતા ડગ્યાં. તેમણે પોતાના સંતાનો ને રાજનીતી માં આવવાની સખ્ત મનાઈ કરેલ – આ વાતની દૂરગામી અસરો આજના રાજકારણમાં સ્પષ્ટ જોઈ શકાય છે તેઓનુ મૃત્યું 1950માં ડીસેમ્બરમાં મુંબઈમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે….પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી! આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે. ચાલો, આજના આ દિવસે આધુનિક અખંડ ભારત ના શિલ્પી એવા સરદાર પટેલ ને સાચા દિલથી અંજલી અર્પીએ અને એમના જીવન પરથી દેશ-ઊપયોગી કાર્ય કરવાની પ્રેરણા લઈએ!
Villagers of Saurashtra - Gujarat, India c1875

Villagers of Saurashtra - Gujarat, India c1875

Sardar Vallabhbhai Patel

Posted: March 8, 2012 in Vasoya Parivar
Sardar Vallabhbhai Patel

Sardar Vallabhbhai Patel and his daughter Manibehn Patel - 1946

Gazal By Jayant Vasoya

Posted: March 8, 2012 in Vasoya Parivar

ગ્રંથમાં કે અન્ય ઘટનામાં નથી, છે ખરું પણ સત્ય અથવામાં નથી.

બિંબને ઓળખ, ત્યજી પ્રતિબિંબ તું તારું સાચું રૂપ તક્તામાં નથી.

માર્ગ સાચો, છે મુસાફર પણ ખરો તોય મંઝિલ સાવ રસ્તામાં નથી.

એક છત નીચે નિકટ સૌ આપણે એનું શું જે ભીંત નકશામાં નથી ?

ના કદી મારો પરાજય સંભવે, કેમ કે હું ક્યાંય સ્પર્ધામાં નથી. -જયંત વસોયા

Gazal By Jayant Vasoya

Posted: March 8, 2012 in Vasoya Parivar

હું શબ્દનો શણગાર છું – તું કોણ છે ?

હું અર્થનો અણસાર છું – તું કોણ છે ?

ઘટના બની તમસા નદીના તીર પર,

હું શ્ર્લોકોનો અવતાર છું – તું કોણ ?

આ દર્પણોને હું કહું તો શું કહું,

હું બિંબ છું પડકાર છું – તું કોણ છે ?

તું થઇ શકે તો આ અવાજો મ્યાન કર ,

હું મૌનની તલવાર છું – તું કોણ છે ?

હોવા પછીનો અર્થ તો જે હોય તે,

હું શ્ર્વાસોનો હકદાર છું – તું કોણ છે ?

જિંદગીમાં – જયંત વસોયા.

પહોંચે ભલેને ગમે તે સદીમાં, કશો ફેર પડશે નહીં આદમીમાં.

નથી રંજ અંધારનો પણ હવે તો – ઘણો પંથ ભટકી ગયા ચાંદનીમાં !

તમે ક્યા મુકામે અમોને ઉપાડ્યા ? ન નેકીમાં જીવ્યા અમે ના બદીમાં,

કશું ભેદ જેવું રહેશે નહીં પણ, હશે જો અસર તુજ દુવા બંદગીમાં !

અલંકાર પણ આવરણ થઇ જવાનાં – ખરું રૂપ શોભે સહજ સાદગીમાં,

જગતમાં અગર ના મહોબ્બત રહે તો, નથી જિંદગી જેવું કૈં જિંદગીમાં !

Jayant Vasoya Poem

Posted: March 8, 2012 in Vasoya Parivar

પળ ખુશીની ક્યાં નકારી છે અમે, આંસુની ઇજ્જત વધારી છે અમે.

હું ફસાયો છું ભલે મઝધારમાં; કૈંકની નૌકા ઉગારી છે અમે.

ફૂલ આપે, કંટકો આપે કદી; હર અદા એની સ્વીકારી છે અમે.

ઉમ્રભર જો સાથ આપો તો કહું; કેટલી વાતો વિચારી છે અમે.

જાણી બૂઝી એમને જીતાડવા; બાજી ખુદની પણ સુધારી છે અમે.

શક્ય છે કોઠું કદી દેશે ગઝલ; જિંદગીને બહુ મઠારી છે અમે.

-જયન્ત વસોયા

Our Vasoya Parivar Trust Office Address::

“Shri Samast Vasoya Parivar Cheritable Trust”

Trust Reg. No. : A/3161

Reg. Dt. 27-4- 2011

Shivdhara Complex,

Office No. 2/3 ,

Mayani Chowk,

B/h , Backbone Shopping Centre,

Rajkot-360004.