Archive for September, 2012

વસોયા પરિવાર દ્વારા આયોજીત ૨ જો સ્નેહમિલન સમારોહ date: 23/09/2012 ના રોજ સુરત રાખેલ છે.
સ્થળ
“સૌરાસ્ટ્ર ભવન”
શ્રી સમસ્ત પટેલ સમાજ વાડી
મીની બજાર, વરાછા રોડ, સુરત.

સમય: સાંજે ૩ થી ૭ વાગ્યા સુધીતમામ સુરત માં રહેતા વસોયા પરિવાર ના સભ્યો ને વિનંતી ક પોતાના પરિવાર ના ફોર્મ નીચે જણાવેલ સ્થળ પરથી તા. ૨૦/૦૯/૨૦૧૨ પહેલા લઈ ને ભરી દેવા વિનંતી.Vijaybhai Vasoya:
new Khushbu Kariyana Store
Sitaram Soc.,Dharamnagar Road,
varachha Surat.
Mo. 9978702159

Ambabhai Vasoya:
Khodiyar Travelers
Gayatrinagar-5,Ambika Road.
Katargam Surat.
Mo. 9825663788

Hasmukhbhai Vasoya:
Shiv Shakti Provision Store
Krishna Park Soc,
Simadagam Surat.
Mo. 9898395840

વસોયા પરિવાર ના તમામ સભ્યો ની હાજર રહેવા હાર્દિક આમંત્રણ.
જેમ વહેતી સરિતાઓનો અંત સમુદ્રમાં થાય છે, તેમ વિવિધ પ્રકારનાં સાધનો મનોનિગ્રહ માટે જ છે. મનમાં જ્યાં સુધી વાસનાઓ ભરેલી રહે છે ત્યાં સુધી તેની સ્થિરતા (ભગવત સાક્ષાત્કારના લક્ષમાં) થતી નથી. ભૌતિક-આધ્યાત્મિક-આધિદૈવિક ત્રિવિધ પ્રકારની વાસનાઓનો સાગર મનમાં જ ભરેલો રહે છે. આ વાસનાના સાગરને સુકવી નાંખવાનું સામર્થ્ય વડનાવલ અગ્નિમાં રહેલું છે. વડવાનલ અગ્નિ સમુદ્રમાં રહે છે. જ્યારે જગતનો પ્રલય કરવાનો હોય ત્યારે ભગવાન વડવાનલ અગ્નિને આજ્ઞા કરે છે અને ક્ષણમાં જ સમુદ્રનું શોષણ વડવાનલ અગ્નિ કરી નાંખે છે.
શ્રીવલ્લભાષ્ટકની ટીકા શ્રી રઘુનાથજીએ શ્રીમહાપ્રભુજીને વડવાનલ અગ્નિની ઉપમા આપેલ છે. જે સ્વકીય જન નિરંતર આપશ્રી વલ્લભના યશોગાન કરે છે તેના હ્યદયમાં આપ પધારે છે.
“સ્વ યશોગાન સંહષ્ટ હ્યદયાંભોજ વિષ્ટરઃ” આપ હૃદયમાં પધારતાં જ વાસનાના સાગરનું ક્ષણમાં જ શોષણ થઇ જાય છે.
‘જનમ જમન કે કોટિક પાતક છિનહીમાં જ દહે. વાસનાની નિવૃત્તિ થવાથી મનની સ્થિરતા આપના સ્વરૂપમાં થાય છે. તેથી શ્રીસર્વોત્તમજીના ઘોળમાં કહ્યું છે કે ‘જે સ્રવોત્તમ યશ ગાયે રે, તેનું મન પહેલા સ્થિર થાયે રે.”
શ્રીવલ્લભાગ્નિના દુર્લભ ચરણકમલની પ્રાપ્તિમાં શ્રીસર્વોત્તમજીના યશોગાનને શ્રી ગોકુલેશ પ્રભુએ અસાધારણ સાધન કહેલ છે. અસાધારણ એટલે જેની સમાનતા બીજા કોઇ સાધનો કરી શકે નહી. શ્રીગુસાંઇજીએ લલિત-ત્રિભંગી, પ્રેમામૃત રસાયણ, નિકુંજ વિલાસ ઇત્યાદિ રસાત્મક સ્તોત્રો અનેક રચ્યાં છે, પરન્તુ કોઇનું નામ સર્વોત્તમ ન રાખ્યું. આ રહસ્યને શ્રીવલ્લભજનોએ ગંભીરતાથી વિચારવાનું છે. શ્રીજી અને શ્રીગુસાંઇજીમાં અભેદતા છે. શ્રીવલ્લભના કૃપાપાત્ર જનોએ પોતાના પ્રાણપ્રેષ્ઠનું યશોગાન કર્યું છે :
શ્રીવલ્લભ બરનોં કહા બડાઇ ।
જાકે રોમ રોમ પ્રતિ પ્રગટીત,
કોટિ ગોવર્ધન રાઇ ।।
વાકે યુથ ભયે ન્યારે ન્યારે,
બરનત બરને ન જાઇ ।
‘રામદાસ’ કમલાસી દાસી,
સો ઘર છાંડ બસાઇ ।।
ભાવ સ્વજાતી વલ્લભીઓ પાસે પોતાના પ્રેશ્ર્ઠનું યશોગાન કરે છે. હે પ્યારે વલ્લભીઓ, આપણા પ્રાણપ્રેષ્ઠની બડાઇનું હું વર્ણન શું કરૂ ?
જેના સ્વરૂપના પ્રત્યેક રોમ રૂપ બ્રહ્માંડમાં (ધામમાં) કોટાનકોટિ નિકુંજનાયક તેટલા જ શ્રીસ્વામિનીજીઓ સાથે લીલા વિલાસ કરી રહ્યા છે. જેની કોઇ સીમા નથી તેવો વૈભવ પ્રાણવલ્લભના સ્વરૂપમાં રહેલો છે. આ સીમા રહિત વૈભવને તો શ્રીજી જ જાણે ને તેથી શ્રીજી સ્વરૂપ શ્રીગુસાંઇજીએ અનુભવ કરીને શ્રીસર્વોત્તમજી પ્રગટ કર્યા છે અને તેનું નામ ‘શ્રીસર્વોત્તમજી’ રાખ્યું છે. શ્રીસર્વોત્તમજી નામ રાખવામાં બીજુ પણ ઘણું રહસ્ય છુપાયેલું છે. અલ્પમતિ જીવની બુદ્ધિમાં કેટલું આવી શકે ?
‘નિરોઘ લક્ષણ’ ગ્રંથમાં આપે ગુણગાનનો જે આગ્રહ કર્યો છે તે પોતાના સ્વકીયો પ્રતિ જ છે. ગુણગાન માનસી સેવામાં પ્રવેશ કરાવે છે. તત્સુખના પ્રચુર તાપભાવ પૂર્વક ગુણગાન થવાથી હ્યદયમાંથી ભાવાત્મક સ્વરૂપ પ્રકટ થઇ જાય છે. કિલશ્ય માનાન્ જનાન્ દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત્ તદા સર્વ સદાનન્દં હ્દિસ્થ નિર્ગતં બહિ :
નિજ્જનના તાપાત્મક પ્રચુર તાપ ભાવને સહન નહી થવાથી આપ હૃદયમાંથી પ્રકટ થઇ જાય છે. તે જ સમયે મનનો પ્રવેશ પ્રેશ્ઠના સ્વરૂપમાં થાય છે. મનનો આ પ્રવેશ પ્રિયના સદાનંદ સ્વરૂપમાં થતો હોવાથી માનસીનો અનુભવ પણ સદા થાય છે. એટલે સાગરમાં ડુબેલાને બહાર નીકળવાનું રહેતું નથી. તાપાત્મક તત્સુખાત્મક ગુણગાનનું આવું ગૂઢ રહસ્ય હોવાથી આપે પોતાના સ્વકીયોને ગુણગાનનો આગ્રહ કર્યો છે. મનનો પ્રવેશ સ્વરૂપમાં થવાથી પ્રેશ્ઠના સ્વરૂપનો જે માનસીમાં અનુભવ થાય છે તે પ્રિયના સૌન્દર્યામૃત લાવણ્યામૃતનો થતો હોવાથી અને તે તાપાત્મક હોવાથી મનની નિવૃત્તિ થઇ શકતી નથી.
જેના ગુણ ગવાય તેના ગુણો ગુણગાન કરનારમાં પ્રવેશ કરે છે. અને ગુણી-સ્વરૂપની સમાનતા પ્રાપ્ત કરાવે છે. એટલે કે દુર્લભ છે ચરણ કમલ જેના તે સ્વરૂપને ધારણ કરવાનું સામર્થ્ય આપનું યશોગાન સિદ્ધ કરે છે. તેથી જ પુષ્ટિમાર્ગના મહાન તત્વવેત્તા સર્વજ્ઞમર્મજ્ઞશિરોમણિ શ્રી હરિરાયચરણે અનેક પદોસ્તોત્રોમાં શ્રીમહાપ્રભુજીનું યશોગાન કરી સ્વકીયો ઉપર મહાન કૃપા કરી છે. આપ આજ્ઞા કરે છે.
‘રસિક સદા બડભાગી તે જે,
શ્રીવલ્લભ ગુણ ગાયે’
સર્વજ્ઞ પુરૂષની વાણીની હદ હોતી નથી અને તેનો ગમે તેવો અર્થ કરી શકે છે. તેવા સામર્થ્યવાળા તેઓ હોય છે. બીજું ભગવાનની ભૂત, ભવિષ્ય, વર્તમાનમાં થતી લીલાઓને સર્વજ્ઞ જાણી શકે છે. ભવિષ્યમાં ગુણગાનનું જે ફલ સ્વકીયોને મળવાનું છે તે શ્રી હરિરાયચરણ જાણતા હોવાથી ગુણગાન કરનારને બડભાગી કહે છે. બડભાગીનુ્ વિશેષણ શ્રી હરિરાયચરણે આપ્યું તેમાં મહત્વ પણ ખુબ ભરેલું છે. શ્રીહરિરાયચરણ શ્રી વલ્લભ .યશોગાન કરનારને ‘બડભાગી’ એટલા માટે કહે છે કે પુષ્ટિમાર્ગ ફલથી પણ અધિક પુરૂષાર્થ તો સ્વતઃ સિદ્ધ હોય છે. તે કોઇ સાધનથી પ્રાપ્ત થતો નથી. શ્રી સર્વોત્તમજીના યશોગાનથી સ્વતઃ સિદ્ધ સ્વામિની ભાવનું નિજ્જનને દાન થાય છે. તેથી જ શ્રીહરિરાયચરણ આપનું યશોગાન કરનારને બડભાગી કહે છે. શ્રીમહાપ્રભુજીના સ્વરૂપમાં રહેલું અચિન્ત્ય-અનંત ઐશ્વર્ય તે સ્વરૂપનું જ ગાન શ્રીસર્વોત્તમજીમાં રહેલું હોવાથી અગ્નિકુમારે શ્રીસર્વોત્તમ નામ રાખ્યું છે. શ્રીસર્વોત્તમ નામમાં એક બીજું ગૂઢ રહસ્ય એ છે કે શ્રીસર્વોત્તમજીના યશોગાનથી થાય છે. જેમ વેણુનાદની સુધાએ શ્રી ગોપીજનોમાં પ્રવેશ કર્યો અને તેમનામાં નિત્ય સિદ્ધ સ્વામિની ભાવ સિદ્ધ કર્યો તેમ શ્રીસર્વોત્તમમાં સુધા સ્વરૂપ શ્રીમહાપ્રભુજીનાં 108 નામ છે. ‘એક એક અક્ષર હે અધરામૃત ગુપ્ત રીત ગુણગાન.’
આનંદ આ નામ ત્રણ અક્ષરો છે. ત્રણે અક્ષરોમાં સુધા જ રહેલી છે. આવા જે સર્વોત્તમજીનું જે સ્વકીય ગાન કરે છે. તેનામાં સુધાનો પ્રવેશ થાય છે અને નિત્ય સિદ્ધ સ્વામિની ભાવ સિદ્ધ કરે છે. આ નિત્ય સિદ્ધ સ્વામિની ભાવને પ્રાપ્ત કરવો તેનું નામ જ સર્વોત્તમતા છે. શ્રીસર્વોત્તમજીનું પ્રથમ નામ આનંદ છે. આ નામ શ્રીઠાકોરજીના સંબંધવાળું છે. શ્રી ઠાકોરજીથી સર્વને આનંદ મળે તેની સર્વોત્તમતા નહી પણ શ્રી ઠાકોરજીને જેનાથી આનંદ મળે તેની સર્વોત્તમતા છે.
‘આનંદ દાન દેત, આનંદ કું મનોરથ પુરે, નંદકુમાર.’ શ્રીનંદકુમાર શ્રીઠાકોરજીના મનોરથ શ્રીમહાપ્રભુજી શ્રીસ્વામિની ભાવથી પૂરણ કરે છે. બીજુ નામ પરમાનંદ છે. પરમ જે શ્રીઠાકોરજીને જેનાથી આનંદ મળે છે તેવા શ્રીસ્વામિની ભાવ સિદ્ધ કરનાર ‘પરમાનંદ’ નામ છે, આપના આ પરમાનંદ નામમાં પરમાનંદ સ્વરૂપ નિત્ય સિદ્ધા અસંખ્ય (અનંત) સ્વરૂપો સ્વામિની ભાવાત્મક રહેલાં છે. તેમાંથી આપનું યશોગાન કરનાર સ્વકીયને દાન કરી સ્વકીયમાં નિત્ય સિદ્ધ સ્વામિની ભાવ સિધ્ધ કરે છે.
આપ સ્વકીયોને સ્વતંત્ર ભક્તિનું દાન કરે છે. સ્વકીયોમાં સ્વતંત્ર ભક્તિનું દાન કરે છે. સ્વકીયોમાં સ્વતંત્ર ભક્તિનું દાન કરવું તે તો આપનો સહજ સ્વભાવ છે. સ્વતંત્ર ભક્તિનો અર્થ નિત્ય સિદ્ધ સ્વામિની ભાવની પ્રાપ્તિ. આ શ્રીસ્વામિનીજીઓ ઇશ્વર કોટિનાં સ્વરૂપો હોવાથી પોતાના સ્વરૂપમાંથી લીલાસૃષ્ટિ પ્રકટ કરે છે અને પ્રિયતમને નિરવધિ સુખ આપે છે. પ્રભુ આ શ્રીસ્વામિનીજીઓને આધિન થઇને રહે છે. શ્રીહરિરાય વાંગ મુક્તાવલીના પ્રથમ ભાગમાં ‘અંતરંગ બહિરંગ લીલા પ્રપંચ વિવેક’ નામનો ગ્રંથ છે. તેમાં અંતરંગ લીલા પ્રપંચ શ્રીસ્વામિનીજીઓમાંથી પ્રકટ થાય છે. શ્રી સ્વામિનીજીઓને આધિન છે તેમ કહ્યુ છે. આવા પ્રકારના નિત્ય સિદ્ધ સ્વામિની ભાવની પ્રાપ્તિને જ પરમ પુરૂષાર્થ કહેવાય છે. શ્રીસર્વોત્તમજીનું યશોગાન આવા પુરૂષાર્થને સિદ્ધ કરે છે. તેથી જ તેનું ‘સર્વોત્તમ’ નામ ગુઢતાથી અગ્નિકુમારે રાખેલ છે. શ્રીસર્વોત્તમજીની સ્વતંત્ર ટીકાના છઠ્ઠા શ્લોકમાં શ્રીગોકુલેશ પ્રભુ ગુઢતાથી આજ્ઞા કરે છે કે નિત્ય સિદ્ધ સ્વામિની ભાવની પ્રાપ્તિમાં જેટલા દ્રષ્ટ કે અદ્રષ્ટ પ્રતિબંધો છે તેનો મુળમાંથી નાશ કરીને નિત્ય સિદ્ધ સ્વામિની ભાવાત્મક સ્વરૂપની પ્રાપ્તિમાં આ શ્રીસર્વોત્તમજીનો વિનિયોગ છે. આવો ગૂઢાર્થ ‘કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધ રત્ર ન સંશયઃ’ આ પંક્તિથી થાય છે. શ્રીગોકુલેશ પ્રભુએ આ પંક્તિના વિવેચનમાં ત્રિવિધ સુધાનું વર્ણન કર્યું છે. સુધા ભગવદીય ભાવ સ્વામિની ભાવને સિધ્ધ કરે છે. આ શ્રીસર્વોત્તમજીનો વિનિયોગ નિત્ય સિદ્ધ સ્વામિની ભાવની પ્રાપ્તિમાં થાય છે. પરંતુ નિત્યલીલા ધામની વિછુરેલા દૈવી જીવોમાં જ આ સ્વામિની ભાવ સિદ્ધ થાય છે, એંમ નિશ્ચય કરીને આ પત્રમાં પ્રગટ થયેલું શ્રીસર્વોત્તમજીનું દ્રઢ અનુરાગી હોય તેની પાસે જ પ્રગટ કરવું. તેથી શ્રીહરિરાયચરણે પણ સ્વકીયોને સાવધાન કર્યા છે :-
‘શ્રીવલ્લભનામ અગાધ હે,
જહાં તહાં મતિ બોલ ।
જબ ગ્રાહક હરિજન મિલે,
તીન આગે તું ખોલ ।।‘
હરિજન એટલે વિરહી જન, તે જ આ નામનું રહસ્ય સમજી શકે છે.
આપ શ્રીમહાપ્રભુજીએ સુ. 10-35-27 માં આજ્ઞા કરી છે : ‘ઉત્પન્નેન હિ પરમ પુરૂષાર્થ સ ચ ભગવદીય ભાવઃ’ આપ સ્વકીયોને આજ્ઞા કે છે કે પરમ પુરૂષાર્થને જ સાધવો, તેની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન માટે જ પ્રયત્ન કરવો, તે પરમ પુરૂષાર્થ ‘ભગવદીય ભાવ’ એટલે નિત્ય સિધ્ધ સ્વામિની ભાવ છે. આ શ્રીસ્વામિની ભાવ માત્ર શ્રીસર્વોત્તમજીના યશોગાનથી જ સિધ્ધ થઇ જાય છે. કારણ કે શ્રીસર્વોત્તમજીના 108 નામો સુધા રૂપ જ છે. શ્રીસર્વોત્તમજી એટલે સુધાનો ભરેલો સાગર, આના મહિમાનો કોઇ પાર નથી, અંદર ડુ્બ્યા હોય તે જ તેના મધુર સ્વાદને જાણે છે. સુધામાં માધુર્યતા અને દિવ્ય અગ્નિ મળેલા રહે છે. લીલા લોકમાં સુધાનું જ સર્વત્ર સામ્રાજ્ય વ્યાપેલું છે તે જ સુધા શ્રીસર્વોત્તમજીમાં પણ વ્યાપેલી છે.
મહાનુભાવ શ્રીસૂરદાસજીએ અંતિમ લીલા પ્રવેશ સમયે વલ્લભજન પ્રત્યે વાત્સલ્યના ભરથી કહ્યું :
ભરોસો દ્રઢ ઇન ચરનન કેરો,
સબ જુગમાં જ અંધેરો ।।
સાધન ઔર નહી યા કલિમેં,
જાસો હોત નિવેરો ।
‘સૂર’ કહા કહે દ્વિવિધ આંધરો,
બિના મોલકો ચેરો ।।
શ્રીહરિરાયચરણે તો અનેક સ્તોત્રો પદોમાં શ્રીમહાપ્રભુજીના ચરણકમલનો દ્રઢાશ્રય કરવા માટે જ નિજ્જનોને આગ્રહ કર્યો છે.
દયારામભાઇએ પણ કહ્યું છે કે :’શ્રીવલ્લભ શરણ થકી સહુ પડે સહેલુ.’ બાકી શ્રીવલ્લભ યશોગાન માધુરીમાં જે ગાન કર્યું છે તેના નિરંતર અવલોકનથી ભગવદીયોની કૃપાથી આપણને પણ શ્રીવલ્લભ ચરણકમલમાં દ્રઢાશ્રય થશે જ.
ગુણગાન એ ‘અસહાયશૂર’ છે. આપણે એકલા એકાન્તમાં બેસી ગુણગાન કરી શકીયે, આપનું ગુણગાન તાપ ભાવની વૃદ્ધિ કરે છે.
‘ઉપજત તાપ છિનક સાનિધ્યમેં,
દેત વિરહ આનંદ રસ કેવલ.’
લીલાધામ તરફ ગતિ કરનારા પ્રભુ પ્રેમીજનને લુંટેરાઓની દુનિયાથી રક્ષણ કરી લીલાધામમાં પ્રવેશ કરાવનાર તાપભાવ જ છે. તાપ શબ્દનો ઉલટો અર્થ પતા થાય છે. લીલાધામનો પતો (સરનામુ) પ્રાપ્ત કરી લીલાધામમાં પ્રવેશ કરાવનાર તાપભાવ પ્રિય પ્રભુનો અંતરંગ દુત છે.
આપની સાનિધ્યતાથી જે તાપભાવ પ્રગટ થાય છે, તે ત્રિવિધ માયાનો પ્રલય કરી ફલાત્મક વિરહભાવનું દાન કરે છે. ‘ફલાત્મક વિરહ’ એટલે માનસીમાં સદાનંદ સ્વરૂપનો નિરંતર અનુભવ લીલાધામમાં કરવો. આપની ક્ષણની સાનિધ્યતાનો આવો વિલક્ષણ પ્રભાવ છે.
આપના સાક્ષાત્કારમાં તાપભાવની પરમ આવશ્યક્તા છે તે આપના યશોગાનથી સિદ્ધ થાય છે. કારણકે આપ તાપાત્મક સ્વરૂપ છે.
શ્રીમદ્ દમલાજીએ પણ શ્રીગુંસાઇજીને વિનંતી કરી છે : રાજ, યહ મારગ હાંસી ખેલ કો નહી હે, તાપ કલેશકો હૈ :
શ્રીવલ્લભના નિજ્જનોએ શ્રીમદ્ દમલાજીની આજ્ઞાનું પાલન આગ્રહ અને અતિ આદરપૂર્વક કરવું જોઇએ.
‘યહ મારગ હાંસી ખેલકો નહી હે, તાપ કલેશકો હે.’ શ્રીમદ દમલાજીએ આ વિનંતી શ્રીગૂસાંઇજી પ્રતિ કરેલી હોવાથી નિજવંશના બાલકોએ પણ આ તાપ કલેશની પરમ આવશ્યક્તા હોવાનું સ્વીકાર્યું છે. આવા પ્રકારના નિર્ણયમાં કોઇપણ પૂર્વ પક્ષ થઇ શકતો નથી. કારણકે મહત પુરૂષોની વાણીમાં સર્વજ્ઞતા રહેલી છે. તાપ જ બધા પ્રતિબંધોને નિવૃત્ત કરી પ્રાણ પ્રિય વલ્લભનો સાક્ષાત્કાર કરાવે છે.
શ્રીહરિરાય ચરણ ‘નિજાચાર્યાષ્ટક’ સ્તોત્રમાં આજ્ઞા કરે છે. ‘રહસ્ય તદ્ ભાવન્ ભાવન ક્ષમાઃ’ રહસ્ય અને રહસ્યના મનનને નિજ્જનોના હૃદયમાં ઉતારવાને શક્તિમાન. પોતાના સર્વાજ્ઞાત મહાન સ્વરૂપમાં રહેલું જે નિગૂઢ રહસ્ય શ્રીસર્વોત્તમ સ્તોત્રમાં શ્રીઅગ્નિકુમારે ગૂઢતાથી પ્રકટ કર્યું છે તે રહસ્ય નિજ્જનોના હ્યદયમાં ઉતારવા માટે આ પત્રમાં મને નિમિત્ત બનાવીને આપે મારી મતિમાં પ્રેરણા કરીને પ્રકટ કરાવ્યું છે તે મારા માટે અને નિજ્જનોના પોષણ માટે છે. પોતાનું યશોગાન કરાવીને આવું અત્યંત ગુઢ રહસ્ય આપ પ્રકટ કેમ કરે છે તેનો હેતુ નીચેના શ્લોકમાં શ્રીહરિરાયચરણ જતાવે છે :-
‘અસ્મત્પતિ સ્વપરપાલન દત્ત
બુદ્ધિરત્યન્ત સાર્દ્ર હૃદયો દયિત સ્વકીય:’
‘અસ્મત્પતિ’ અમારા (નિજ્જનોના) આપ પતિ છો. પતિ હોવાથી પોતાના જનના પોષણ કરાવવામાં આપ સદૈવ તત્પર રહે છે. આ પોષણ શ્રીહરિરાયચરણ કહે છે તે મારી બુદ્ધિમાં આપ પ્રેરણા કરીને મારૂં અને સ્વકીયજનનું આપ પોષણ કરે છે. કારણ કે આપને નિજ્જન બહુ વહાલા છે.
આગળના શ્લોકમાં શ્રીહરિરાયચરણ આજ્ઞા કરે છે.
મચ્ચિત ધામ વિલસન્નિજ નામ સામગાન
પ્રિયઃ પ્રિયજને કરૂણાં કરોતુ ।।
શ્રી હરિરાયચરણ પ્રાણવલ્લભને વિનંતી કરે છે કે મારા ચિત્ત રૂપી ધામમાં આપના 108 નામનો વિલાસ વિવિધ પ્રકારના રાગ સ્વરથી પ્રગટ થાઓ જે આપની પ્રસન્નતાના હેતુરૂપ છે. કૃપાપાત્ર વલ્લભીઓ શ્રીસર્વોત્તમજીનું યશોગાન વિવિધ રાગ સ્વરોમાં કરી આહલ્લાદ અનુભવે છે. શ્રીહરિરાયચરણના શ્રીહસ્તમાં તંબુર વાદ્યવાળા ચિત્રજીનાં દર્શન થાય છે. તેથી આપ શ્રીસર્વોત્તમજીનું યશોગાન વિવિધ રાગ સ્વરોમા કરી પ્રાણપ્રેષ્ઠ વલ્લભને પ્રસન્ન કરતા જ હશે
.
સામવેદમાં વિવિધ પ્રકારના છંદો રહેલા છે. રૂચાઓ વિવિધ છંદથી વિવિધ સ્વરથી ગાન કરે છે જે પ્રભુને પ્રિય છે.

પુષ્ટિમાર્ગમાં સંગીતનું જે પ્રાધાન્ય છે તે પ્રભુના સુખના માટે જ રાખેલ છે. પ્રભુને સંગીત પ્રિય હોવાથી જ પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલીમાં બધા સમયમાં સંગીતની યોજના કરેલી છે. સંગીતસાગર શ્રીગુસાંઇજીએ શ્રીસર્વોત્તમજી સ્તોત્રરૂપે પ્રકટ કર્યો છે તેથી તેમાં સંગીત વ્યાપેલું જ હોય. તેથી વિવિધ રાગ સ્વરોમાં શ્રીસર્વોત્તમજીનું યશોગાન કરીને શ્રીપ્રાણપ્રેષ્ઠ શ્રીવલ્લભને પ્રસન્ન કરવા એ નિજ્જનોનું કર્તવ્ય જ છે.

આ લેખમાં કહ્યા પ્રમાણે કર્તવ્ય નિષ્ઠ થવાથી તેમાં ભાવાત્મક ધર્મી સ્વરૂપનો સંબંધ રહેતો હોવાથી સ્વરૂપના પ્રમેય બલથી ભગવદ્ સાક્ષાત્કાર સીધ્ર થાય છે. આ સાક્ષાત્કારથી ત્રિવિધ માયાના બંધનમાંથી જીવ મુક્ત થઇ પોતાના આધિદૈવિક દેહને ભગવદ્ સાક્ષાત્કારની ક્ષણેજ જ પ્રાપ્ત કરી લીલા ધામમાં પ્રવેશ કરે છે.
ભગવદ્ સાક્ષાત્કારની સાધનામાં “સ્વરૂપ ધ્યાન”ની મુખ્યતા રહેલી હોવાથી હરિમૂર્તિ સદાધ્યેયા આપશ્રીએ નિરોધ લક્ષણમાં આજ્ઞા કરી છે. આપશ્રીની આ આજ્ઞામાં સદા પદ સાગ્રહ-સાદર અતિ મનનીય છે અને મનનીય પણ છે જ. આપશ્રીનો નિશ્ચયાત્મક સિદ્ધાંત સતત ભગવદ સન્મુખ રહેવા માટેનો છે. આપશ્રીની સિદ્ધાંતીક વાણીમાં બહુધા સ્થાને સતત-સદા પદોની યોજના કરેલી જ હોય છે. સ્વરૂપ ધ્યાન, ગુણગાન-અને નામ સ્મરણ આ ત્રણેમાં ધર્મી સ્વરૂપનો ભાવાત્મક પ્રકારે સંબંધ રહી જ આવે છે. કર્તુમ-અકર્તુમ અન્યથા કર્તુમ્ આવું વિરૂદ્ધ ધર્માશ્રય ઐશ્વર્ય ધર્મી સ્વરૂપમાં જ રહેલું હોવાથી સતત સ્વરૂપ ધ્યાન-ગુણગાન અને નામ સ્મરણની આપશ્રીએ સ્વકીયો પ્રતિ નિજવાણીમાં આજ્ઞા કરી છે :-
(1) હરિમૂર્તિઃ સદા ધ્યેયા સંકલ્પાદપિ તત્રહિ ।
(2) તસ્માત્ સર્વાતમના નિત્યં શ્રી કૃષ્ણઃ શરણંમમ । વદદ્ભિરેવ સતતં સ્થેયમિત્યેવ મે મતિઃ ।
(3) તસ્માત્ સર્વ પરિત્યજય નિરૂધ્ધૈઃ સર્વદા ગુણાઃ ।
ઉપરોક્ત ત્રણે પ્રકારના અલૌકિક સાધનોમાં જે બને તેમાંથી સતત સન્મુખ રહેવાથી ભગવદ સાક્ષાત્કાર અવશ્ય થાય છે.
હવે ભગવદ સાક્ષાત્કારમાં શ્રીમદ્ ભાગવતમાં કથેલો પ્રકાર વિચારીયે :-
ભા. 12-3-48 થી 50 સુધીમાં શ્રી શુકદેવજી રાજા પરિક્ષિતને કહે છે-
અનંત ભગવાન હૃદયમાં પધારવાથી જે અત્યંત શુદ્ધિ થાય છે તેવી શુદ્ધિ વિદ્યા-તપ, પ્રાણ-નિરોધ, સર્વભૂતમાં મૈત્રી, તીર્થસ્થાન વૃત્ત, દાન કે જપ વિગેરેથી થતી નથી ।।48।।
હે રાજન ! તમારી હવે અન્તીમ અવસ્થા છે એટલા માટે સર્વ પ્રયત્નથી ભગવાનને હૃદયમાં ધારણ કરો । અથવા હૃદયમાં સ્થિર કરશો તો પરમ ગતિને પામશો ।।49।।
પુષ્ટિભક્ત માટે પરમગતિનો અર્થ લીલાધામમાં પ્રવેશ થાય છે. પ્રભુનું આવરણ દૂર કરી ભક્તને અલૌકિક દેહનું દાન કરી, તેજ ક્ષણે લીલાધામમાં પ્રવેશ કરાવે છે. પ્રભુના સ્વરૂપ ધ્યાનનો આવો અદભૂત મહિમા છે. આવા મહિમાનું વર્ણન ભ્રમરગીત સુ 10-43-32 માં પણ આપશ્રી મહાપ્રભુજીએ નિગૂઢતાથી કરેલું છે.
અન્તીમ અવસ્થાવાળા દૈવી જીવને ભગવાન અવશ્ય ધ્યાન કરવા યોગ્ય છે. હે અંગ, સર્વના આત્મા અને સર્વના આશ્રયરૂપ ભગવાન ધ્યાન કરનારને પોતાના સ્વરૂપનું દાન કરે છે ।।50।।
શ્રી શુકદેવજીએ ત્રીજા સ્કંધથી 11 માં સ્કંધ સુધી પ્રભુની લીલાઓનું વર્ણન કર્યું તેનો હેતુ પ્રભુના સ્વરૂપનું મહાત્મ્ય સમજાય. માહાત્મય સમજવાથી સર્વથી અધિક અને સુદ્રઢ સ્નેહ ધર્મી સાક્ષાત સ્વરૂપમાં જ થાય છે. સાક્ષાત ધર્મી સ્વરૂપને જ હૃદયમાં ધારણ કરવાનું શુક મુનિ કહી રહ્યા છે. જેમ સૂર્યમાંથી સહસ્ત્ર કિરણો પ્રગટ થાય છે, તેમ સાક્ષાત ધર્મી સ્વરૂપમાંથી અનંત વિવિધ પ્રકારની લીલાઓ પ્રગટ થાય છે. શ્રીગોકુલેશ પ્રભુ શ્રીસર્વોત્તમજીની બડી (સ્વતંત્ર) ટીકામાં આજ્ઞા કરે છે કે- “ભક્તિમાર્ગાબ્જ માર્તંડના કિરણમાંથી અસંખ્ય રાસાદિલીલાઓ પ્રગટ થાય છે. આવા પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ આપણા સ્વામીને આપણી અન્તીમ અવસ્થામાં સર્વ પ્રકારથી હૃદયમાં ધારણ કરવા આજ આપણો (સ્વકીયાનો) પરમ પુરૂષાર્થ છે.
આપશ્રી મહાપ્રભુજીને આ પરમ પુરૂષાર્થનું નિરૂપણ ચતુઃશ્લોકીમા કરેલું છે.
યદિ શ્રીગોકુલાધીશો ધ્રુતઃ સર્વાતમના હૃદિ ।
તતઃ કિમપરં બ્રહિ લૌકિકે વૈદિકે રપિ ।।
ચતુઃ શ્લોકીમાં કહેલું ધ્યેય સ્વરૂપ નિત્યલીલાના સંબંધવાળુ છે. અનંત લીલાયુક્ત, અનંત લીલા પરિકર યુક્ત, અને અનંતલીલા સામગ્રીથી યુક્ત ધર્મી સ્વરૂપને “ધ્રુતઃ સર્વાત્મના હૃદિ” હૃદયમાં ધારણ કરવાની સ્વકીયોને અતિ કારૂણ્યતા પૂર્વક આપ આજ્ઞા કરે છે જેમ શુક મુનિ રાજા પરીક્ષીતને “હે અંગ” એવા વાત્સલ્ય સ્નેહભર્યા સમ્બોધનથી પ્રભુના સ્વરૂપને હૃદયમાં ધારણ કરવાનું કહી રહ્યા છે. તેમ વાત્સલ્ય સ્નેહ સાગર શ્રીવલ્લભ પ્રભુ-અનંત લીલાવાળા સ્વરૂપને હૃદયમાં ધારણ કરવા સ્વકીયોને આજ્ઞા કરી રહ્યા છે.
સિધ્ધાંત મુક્તાવલીમાં કહ્યા પ્રકારે તનુજાવિતજા સેવાથી નિરોધ લક્ષણમાં કહેલા પ્રકારે રસાત્મક-તાપાત્મક ગુણગાન અને સ્વરૂપ ધ્યાનથી ભક્તિવર્ધિનીમાં કહેલા પ્રકારે ત્યાગ-શ્રવણ-કીર્તનથી નવરત્નમાં કહેલા પ્રકારે અષ્ટાક્ષરના સતત સ્મરણથી જે પુરૂષાર્થ પ્રાપ્ત થવાનો છે તેનું નિરૂપણ “ચતુઃ શ્લોકી” માં કરેલું છે તેથી ચતુઃ શ્લોકી ષોડશ ગ્રંથમાં મધ્ય મણિવર છે.
શ્રી વ્રજપ્રિયા ગોપીજનોને મહારાસ સમયે પૂર્ણાનંદ સ્વરૂપ તેમના હૃદયમાં નિરૂદ્ધ થયું તેનો અનુભવ અગણિત આનંદરૂપે વિરહ ફલાત્મક અવસ્થામાં નિરંતર કરી રહ્યા છે. આવા પરમ પુરૂષાર્થનું સ્વકીય ને દાન કરવા માટે ચતુઃ શ્લોકીમાં “યદિ શ્રી ગોકુલાધીશો ધ્રુત સર્વાત્મના હૃદિ” આજ્ઞા કરી રહ્યા છે. મહારાસમાં શ્રી ગોપીજનોને જે પૂર્ણાનંદ સ્વરૂપનું દાન કરેલું છે, તેનું જ નિરૂપણ આપશ્રીએ ચતુઃશ્લોકીમાં કરેલું છે. “અતઃ સર્વાતમના શશ્વત્ ગોકુલેશ્વર પાદયો.” શશ્વર્ત પદ નિત્યનું વાચક છે. તેથી નિત્યલીલા ધામમાં જે સ્વરૂપનો નિરંતર અનુભવ થાય છે. તેનું જ ચતુઃ શ્લોકીમાં આપે પરમ પુરૂષાર્થ રૂપે વર્ણન કર્યું છે. “ધ્રુત” અને “શશ્વત” આ પદથી જાણે આપ આ પરમ પુરૂષાર્થનું દાન નિજ્જનોને કરતા હોય તેવો ધ્વનીતાર્થ પ્રાપ્ત થાય છે.
ભા. 11-11-14*15 માં પરમભક્ત ઉદ્ધવજીને ગૂઢ ઉપદેશ કરે છે:- “હે ઉદ્ધવ ! શ્રુતિ સ્મૃતિ, વિધિ-નિષેધ, પ્રવૃત્તિ-નિવૃ્ત્તિ, સાંભળવાનું અને સાંભળેલું આ સર્વનો પરિત્યાગ કરી સર્વના આત્મ સ્વરૂપ મારે એકલાને જ શરણ આવો, આથી તમો અકુતોભય (નિર્ભય) થઇ જશો” “અકૃતોભય” એટલે લીલાધામમાંજ સ્વકીયોનો પ્રવેશ કરાવે છે. જ્યાં કાલ માયાનો પ્રવેશ નથી અને તેથી તેનો ભય નથી.
ઘણા કાળથી નિજસ્થાન લીલાધામથી ભૂલા પડેલા આપણે લીલાધામમાં પહોંચીયે તે માટે મહા કારૂણિક સ્વામિએઆ લેખમાં મારા માટે તથા ભૂતલસ્થ સ્વકીયો માટે પ્રેરક બની માર્ગદર્શન કરાવ્યું છે. તેમાં આપણે કર્તવ્ય નિષ્ઠ થઇએ તો સ્વામીના શ્રમની નિવૃત્તિ થાય. સ્વકીયોને આપ ભૂતલમાં રાખવા ચાહતા નથી. લીલાધામમાં લઇ જવા માટે ભૂતલમાં આપ પ્રકટ થયા છે. તો ભૂતલમાં કેમ સ્વસ્થ થવા દે ? (લોકે સ્વાસ્થ્યં તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ) અતિ અનુગ્રહિત સ્વકીયને ભુતલમાં સ્વસ્થ થવા દેતા નથી. આ નવરત્નની આજ્ઞાનું ગુઢ રહસ્ય એજ છે કે પોતાના જનોને આપ ભૂતલમાં રાખવા ચાહતા નથી.

શ્રી હરિરાય ચરણોકત “શ્રી વિઠ્ઠલેશ ચિન્તન” નામના સ્તોત્રમાં કહ્યું છે “નિત્યલીલૈક સુફલપ્રાર્થક” પોતાના સ્વકીયોને નિત્યલીલા ધામમાં પ્રવેશ કરાવવા રૂપ સુન્દર ફલનું દાન કરે તેવી પ્રાર્થના પ્રભુને શ્રી વિઠ્ઠલેશ કરે છે.

પ્રશ્ન –  પ્રભુની લીલા વૈચિત્ર્યતાની અકળતા મને તો કોઇ વખત ખરેખર અકળાવી મૂકે છે. “મૂનિ હસે હેર હેર હરિ હસે હર હર”- આ ઇન્દ્રમાન ભંગના પદાનુસાર તેને મન તો રમત હશે પણ મને તો મુંઝવણ ઉભી થાય છે. આનું સમાધાન કેમ કરવું ?
ઉત્તર –આવા પ્રકારના તમારા આલાપ-પ્રલાપમાં સમાધાન એ છે કે પુષ્ઠિ સૃષ્ટિ પ્રભુએ પોતાના શ્રી અંગમાથી પ્રગટ કરી છે, અને તેથી પોતાના અંગમાં જેમ મનુષ્યને મમત્વ રહેલું હોય છે તેમ પોતાના અંગરૂપ પુષ્ટિ સૃષ્ટિના દૈવી જીવોમાં પ્રભુને ગાઢ મમત્વ રહેલું છે. આવા મમત્વથી પ્રભુ જે જે કરતા હશે તે આપણા હિત માટે જ હોય છે. આપણી અજ્ઞાનતાને કારણે પ્રિય પ્રભુના આવા ગૂઢ મમત્વને પહેચાની શકતા નથી તેથી જ “તેને મન તો રમત હશે” આવા ઉપાલંભના દેવાનો અધિકાર આપણા જેવા જીવોનો નથી. કારણકે આપણું જીવન સંપૂર્ણ પ્રિય પ્રભુને સમર્પીત થયું નથી. પ્રભુ પ્રાણરૂપ-જીવનરૂપ બન્યા નથી, પ્રભુને સુખદ બનીયે તેવી રસ સમ્પતિને પ્રાપ્ત કરી પ્રભુના સુખનાજ મનોરથો થતા નથી. આવી સ્થિતિમાં ઉપાલંભ કેમ આપી શકાય.
ઉપાલંભ દેવાનો અધિકાર વ્રજપ્રિયા ગોપીજનોનો છે. તેમણે પોતાનું સર્વસ્વ પ્રિયતમને સમર્પીત કર્યું છે. વિપ્રયોગ કાળમાં પ્રિય પ્રભુ માટે જ જીવન ટકાવે છે. વિપ્રયોગનું દુઃખ એવું પ્રબળ છે કે ક્ષણના વિયોગમાં પ્રાણ રહી ન શકે, દશમી અવસ્થા જ થઇ જાય. આવી દુઃસહ અવસ્થામાં શ્રી ગોપીજનોએ પ્રિય પ્રભુના માટે જ પ્રિયને સુખદ બનશું તેવી આશાએ જ પ્રાણને ધારણ કરી રાખ્યા છે. ત્વયિ ધૃતાસવ ગોપીગીતના બીજા શ્લોકમાં શ્રી ગોપીજન કહે છે કે હે દયિત ! હે પ્રિય ! આપની રસરૂપ સુખદ સેવા કરવાની આશાએ જ અમોએ પ્રાણ ધારણ કરી રાખ્યા છે. આપને જ્યારે અમારા પ્રાણની જરૂર નથી તેમ અમે જાણશું ત્યારે અમારા પ્રાણ અમારા ઉપયોગના નહી રહેવાથી ટકી નહી શકે. (“કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે.” આ કથન મુજબ અમરવેલ જેવી પ્રિય મિલનની આશા જ વિરહી જનોના પ્રાણને ટકાવી રાખે છે.)
આમ શ્રી વ્રજપ્રિયાઓનું જીવન પ્રિયપ્રભુને સુખ આપવા માટે જ હોવાથી, અને પ્રિય મળતા નથી તેથી ઉપાલંભ આપે છે. આવા ઉપાલંભના શબ્દોમાં પણ રસ જ ભરેલો હોય છે, કેમકે તેમના દિવ્ય વિગ્રહો રસાકારજ બનેલા હોય છે. આપણી આવી સ્થિતિ નથી તેથી ઉપાલંભ દેવાને યોગ્ય નથી. પોતાનું હિત ચાહનારાઓએ અનધિકાર ચેષ્ટાનું સાહસ નહીં કરવું.
‘રસિક’ ચરણરજ વ્રજયુવતીનકી,
અતિ દુર્લભ જીય જાન.
જેને પ્રિય વશ થઇને રહ્યા છે એવા મહત સૌભાગ્યવાન વ્રજપ્રિયાઓના ચરણરજની અભિલાષા રાખવી. તે સર્વ પુરૂષાર્થ સિધ્ધ કરશે.
પુષ્ટિ પ્રભુના કરૂણાળુ સ્વભાવને અથવા નિજ અંગરૂપ પુષ્ટિ સૃષ્ટિમાં પોતાના ગાઢ મમત્વવાળા સ્વભાવનું મહાનુભાવ શ્રી સૂરદાસજીએ નીચેના પદમાં વર્ણન કર્યું છે:-
દેખો દેખો હરિજુકો એક સ્વભાવ ।
અતિ ગંભીર ઉદાર ઉદધિ પ્રભુ,
જાન શિરોમણિ રાવ ।।1।।
દાસ અપરાધ જાન સિન્ધુસમ,
બૂંદ ન એકો જાન ।
રાઇ જીતની સેવાકો ફલ,
માનત મેરૂ સમાન ।।2।।
વદન પ્રસન્ન કમલપદ સન્મુખ,
દેખત હી હૈ એસે ।
વિમુખ ભયે કૃપા યા મુખકી,
જબ દેખો તબ તેસે ।।3।।
ભક્ત વિરહ કાતર કરૂણામય,
ડોલત પાછે લાગે ।।
“સૂર” એસે પ્રભુનકો,
ક્યોં દીજે પીઠ અભાગે ।।4।।
વિરહી જનોના સિન્ધુ સમાન અપરાધને એક બિન્દુ સમાન પણ માનતા નથી (તેનું કારણ સ્નેહ સંબંધની રીત એવી છે કે પોતાના પ્રીતિ પાત્રના દોષો નજરમાં જ આવતા નથી. દિવ્ય સ્નેહ સંબંધની આવી જ રીત છે.) અને રાઇ જેટલી તત્સુખ સેવાને મેરૂ સમાન માને છે. (તેનું કારણ દિવ્ય સ્નેહમાં નિરપેક્ષતા હોય છે તેથી પોતાના પ્રીતિ પાત્રનો રંચ તત્સુખ સ્નેહભાવ મેરૂ સમાન માને છે, દિવ્ય સ્નેહની રીત અટપટી-વિલક્ષણ પ્રકારની છે, તેમાં ડૂબ્યા હોય તે જ જાણે છે.) વળી વિરહ દુઃખથી દીન બનેલા જનનું રક્ષણ કરવા પાછળ પાછળ જે ડોલી રહ્યા છે એવા મહાકારૂણિક પ્રિય પ્રભુને હે પ્રણયિ ! તું પીઠ ન દઇશ. “પીઠ ન દઇશ” એટલે વિરહ દુઃખથી કાયર બનીને સાધના શીથીલ ન કરીશ અથવા આવા કરૂણાળુ પ્રિય પ્રભુને ઉપાલંભ આપવાની ધ્રુષ્ટતા ન કરીશ ! “પાછળ પાછળ ડોલે છે.” તેનો અર્થ પરમ પુરૂષાર્થ રૂપ વિરહ ભાવનું રક્ષણ અને વિરહભાવની વૃદ્ધિ માટે હૃદયમાં રહી પ્રેરણા કર્યા જ કરવી તેને પાછળ પાછળ ડોલવાનું કહ્યું છે.
પ્રશ્ન – હૃદયમાંથી ‘કામ’ શત્રુ ન જાય ત્યાં સુધી (ઇન્દ્રિયો જનીત સુખ ભોગની લાલસા-જીજ્ઞાસા-ઇચ્છાથી પ્રભુ સ્મરણ કે ચિંતનની અખંડીતતા જળવાય કેમ ?
ઉત્તર – આ તમારૂં કથન તમારા મનને ઉપદેશ કરવા માટે જ પ્રભુએ પ્રેરણા કરી સમજાવ્યું છે. “ભાવ સાધક બાધક” નામના ગ્રંથમાં શ્રી હરિરાય પ્રભુ આજ્ઞા કરે છે કે, હે જીવ ! તું પોતે જ કહે કે જો મનથી વૈરાગ્ય અને પ્રભુમાં ચિત્તનો પ્રવેશ ન થાય તો પ્રિય પ્રભુમાં દ્રઢભાવ શી રીતે સ્થિર રહે ? અહીં શ્રી હરિરાય પ્રભુ જીવના પોતાના કર્તવ્યનો બોધ કરે છે. પોતાનું કર્તવ્ય જીવ ન કરે તો પ્રભુ પ્રાપ્તિ કેમ થાય ? પોતાના કર્તવ્યને કૃતિમાં નહી મૂકવું અને પોતાના કર્તવ્યનો બોજ સ્વામી ઉપર મુકવો, આવી સમજ સ્વભાવથી દુષ્ટ થયેલા મનમાં રહેલી છે. આવા દુષ્ટ મનનો પક્ષ કરવાથી સ્નેહ માર્ગથી ચ્યુત થઇ જવાય છે. ઘણા જન્મોની એકઠી થયેલી વાસનાઓના ભોગથી પુષ્ટ થયેલું મન દુષ્ટ સ્વભાવી બનેલું છે. તેને સાંસારિક વિષયમાં પ્રીતિ છે, પ્રભુમાં નથી. આવા મનને પોતાનો શત્રુ જાણી તેનો પક્ષ નહી કરતા બલાત્ પ્રાકૃત વિષયોમાંથી ખેંચીને પ્રભુ સન્મુખ વારંવાર કરતા રહેવું.
“મન તેં બહુવિધ પોલ ચલાઇ.” જીવ જ્યારે જાગૃત થઇ જાય છે ત્યારે મનથી પ્રથક થઇ ને મનની કપટ ભરેલી ચાલને સમજી લે છે કે તેને પ્રભુમાં પ્રીતિ નથી પણ વિષયમાં રાચવું છે. જીવ જાગૃત ક્યારે થાય ? એક કમરામાં ગાઢ નીદ્રામાં મનુષ્ય સુતેલો છે ત્યાં આગ લાગી. આ આગની જવાલાનો તાપ લાગતા જ ગાઢ નિંદ્રામાં સુતેલો પણ જાગૃત થઇ જાય છે. તેમ જ્યારે પ્રિય પ્રભુની પ્રાપ્તિની વિરહાગ્નિ હરદમ હૃદયમાં જલતી રહે ત્યારે અવિદ્યારૂપ ગાઢ નિંદ્રામાં સુતેલો દૈવી જીવ જાગૃત થઇ જાય છે.
મન લોભી મન લાલચી,
મન કપટી મન ચોર ।
મનકે મતે ન ચાલીયે,
હોત હે ક્ષણ ક્ષણ ઓર ।।
મહાનુભાવ ભગવદીયો જીવ ઉપર દયા વિચારીને મનની દુષ્ટતાને ઓળખાવી રહ્યા છે. આસુર ધર્મના આવેશવાળું મન દેખાય નહી તેવો હૃદયમાં રહેનારો શત્રુ છે. તેને અંતર્મુખ રહેનારા ભગવદીયો પહેચાની શકે છે. આવા મનથી પ્રથક રહીને તેને ઓળખી લેવાનો ઉપાય પ્રભુ સંબંધીજ વિચારો જ જો મન કરતું હોય તો તેને દૈવી સમજવું. અને પ્રભુને ભુલાવે તેવા પાકૃત પ્રપંચના વિચારો ઉત્પન્ન કરે તો આસુર ધર્મના આવેશવાળું સમજવું. મહાનુભાવ નંદદાસજી કહે છે કે-
“ગરલ અમૃત એકઠા કર રાખે,
ભિન્ન ભિન્ન કર વિરલા ચાખે.”
સાધન દશામાં દૈવી જીવના હૃદયમાં પ્રાકૃત પ્રપંચ કે જે અવિદ્યાથી મનમાં ઉત્પન્ન થાય છે તે પણ રહેલ હોય છે. અને દૈવી પ્રભુ સંબંધી વિચારો પણ ઉત્પન્ન થાય છે. આ બન્ને વિચારો મનમાંથી જ ઉત્પન્ન થાય છે, તેથી જ્યારે પ્રાકૃત પ્રપંચના વિચારો ઉત્પન્ન થાય ત્યારે તેમાં ભળી નહી જવું. તેને અનુમોદન નહી આપવું, અથવા એવા વિચારોને આધિન નહી થવું. ભગવદ્ સંબંધી વિચારો ઉત્પન્ન થાય તો તેને આદર આપી કર્તવ્યમાં મુકવા. આ પ્રકારે મનને ઓળખીને કર્તવ્યનો જ જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે ઉપાલંભ આપવાનો રહેતો નથી.
વિશુદ્ધ પ્રેમ પ્રાપ્ત થતાં પ્રભુ સાથે તાદામ્યતા થાય છે, ત્યારે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આ વિશુદ્ધ પ્રેમને સ્વાધીના અર્થાત સ્વતંત્ર ભક્તિ કહેવાય છે. શ્રી આચાર્યચરણનો મત છે કે, જ્યાં સુધી શ્રીકૃષ્ણની આધિનતા રહે, ત્યાં સુધી મર્યાદા છે. અને સ્વાધીનાવસ્થાને જ પુષ્ટિ કહે છે. જે પ્રકારે એક પ્રસિદ્ધ યોગી યોગબળથી પોતાની ભીતરમાંથી અનેક ઐશ્વર્યો પ્રકટ કરે છે અને એના આનંદનો ઉપભોગ કરે છે, અને પુનઃ એ ઐશ્વર્યને અંતઃકરણમાં રાખીને આન્તર સુખનો અનુભવ કરે છે, એવી જ રીતે સ્વતંત્ર ભાવસંપન્ન ભક્ત પણ ભાવબલથી અનેક પ્રકારના લીલાત્મક કૃષ્ણને પ્રગટ કરીને આન્તર અને બહાર પ્રકારથી એની સાથે વિલાસ કરે છે. એ ભક્તને સંયોગ અને વિપ્રયોગાત્મક બન્ને પ્રકારનાં સુખોની અનુભુતિ થાય છે.

આ પ્રકારના ભક્તિયોગથી તે ભક્તનો ભૌતિક દેહ અપ્રાકૃત થઇ જાય છે. એનાં નેત્રોમાં, વાણીમાં, મનમાં, હૃદયમાં, તનમાં સર્વત્ર શ્રીકૃષ્ણની જ સ્થિતિ રહે છે. તે સ્વયં ભાવ (પ્રેમ) રૂપ થઇ જાય છે. આ ભાવને જ નિર્ગુણ પ્રેમસ્વરૂપ, પરબ્રહ્મસ્વરૂપ અને અચિન્ત્ય અનંત શક્તિયુક્ત કહેવાય છે. સ્વતંત્ર ભક્તિ પ્રાપ્ત ભક્ત નિર્ગુણ પ્રેમ સ્વરૂપમાં તદાત્મક થયેલા હોવાથી પરબ્રહ્મ સમાન જ સામર્થ્યવાળો થઇ જાય છે. અને ભાવમાં જ નિરંતર વિલાસ કરે છે. આ અવસ્થાને જ શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ વિશુદ્ધ પ્રેમની અવસ્થા માની છે, અને આવા પ્રકારના અચિત્ય અને અનંત સામર્થ્યને જ “અલૌકિક સામર્થ્ય” કહેવામાં આવે છે.

ભગવદીય દુઃખમાં ધરસોરે, ધીરજ ધરી ભજતા ઠરશો ।
દુઃખમાં ધરશો કૃષ્ણ સ્મરસો, તો ભવ દધિ સધ તરસો ।।
ગુણ ગણો છે દુઃખ સહયામાં, કરવો એમ વિચાર ।
નહીં તો ભક્તનું દુઃખ કેમ સહે, સમર્થ કરૂણાગાર ? ।।
સકલ પાપ સંતાપ નિવારે, એક હરિનું નામ ।
હરિ રટાય નિત્ય તદપિ નહિ, તો ગમતું ઘનશ્યામ ।।
માયા મોહ વધે સુખ પામે, વિષય વિષે મન ચક ચૂર ।
કૃષ્ણ પાસે દુઃખ કુંતાએ માગ્યું, દુઃખમાં હરિ નહિ દૂર ।।
તેજ કુસંગ જે હરિને ભૂલાવે, સ્મરાવે તે સત્સંગ ।
સુખ ભૂલાવે ને દુઃખ સ્મરાવે, માટે ન કરે હરિ ભંગ ।।
લૌકિક કલેશ અંગીકૃત લક્ષણ, મેળવે શ્રીવ્રજરાય ।
શ્રીહરિરાયજીનું વાક્ય વિલોકો, શિક્ષાપત્રમાં ગાય ।।
કોને મલ્યા કૃષ્ણ કષ્ટ પામ્યા વિના, સાંભળો શાસ્ત્ર પ્રમાણ ।
વિપત પડે તોએ હરિના વિસ્મરે, તેને ગણે હરિ પ્રાણ ।।
સુખ આવે છકી નવ જઇએ, દુઃખ આવે નહી ડરીયે ।
આપણાથી અધિકા જોઈને, ગર્વ કલેશને હરીયે ।।
તપે ટીપાય કનક, સહે મોતી છેદ, તજે ન ઉજાસ ।
તો મહિપતિ મન ભાવે ભૂષણ, આપે હૃદય પર વાસ ।।
અંતરજામીથી નથી રે અજાણ્યું, વળી વહાલા પોતાના દાસ ।
“દયાપ્રિતમ” માટે સારૂ જ કરશે, રાખજો દ્રઢ વિશ્વાસ ।।
શ્રીવલ્લભ તજ અપુનો ઠાકુર, કહો કોનપે જૈયે હો ।
સબગુણ પુરણ કરૂણા સાગર, જહાં મહા રસ પૈયે હો ।।1।।
સુરત હી દેખ અનંગ વિમોહિત, તન-મન પ્રાન બિકૈયે હો ।
પરમ ઉદાર ચતુર સુખ સાગર, અપાર સદા ગુણ ગૈયે હો ।।2।।
સબહીન તે અતિ ઉત્તમ જાની, ચરન પર પ્રીત બઢૈયે હો ।
કાનન કાહુકી મન ધરીયે, વ્રત અનન્ય એક ગહિયે હો ।।3।।
સુમર સુમર ગુણરૂપ અનુપમ, ભવ દુઃખ સબે વિસરૈયે હો ।
મુખ વિધુ લાવણ્ય અમૃત એકટક, પીવત નાંહી અદ્યૈયે હો ।।4।।
ચરન કમલ કી નિશદિન સેવા, અપને હૃદે વસૈયે હો ।
‘‘રસિક’’ સદા સંગીનસો ભવોભવ, ઇનકે દાસ કહૈયે હો ।।5।।
‘‘શ્રીવલ્લભ તજ અપુનો ઠાકુર’’
શ્રીવલ્લભ શબ્દનો ભાવાર્થ, ‘‘અતિ વ્હાલા’’ એવો થાય છે. નિત્ય લીલાધામમાં અનંત કોટિ શ્રીસ્વામિનીજીઓમાં જે દિવ્ય પ્રેમનો પ્રતિક્ષણ નૂતન-નૂતન વિલાસ થઈ રહ્યો છે તે અનંત કોટિ સ્વામિનીજીઓના દિવ્ય પ્રેમના સમૂહાત્મક, ઘનીભૂત, સાકાર, દિવ્ય પ્રેમ-સુધાનું સ્વરૂપ શ્રીવલ્લભ છે. તેથી શ્રીહરિરાયચરણ એક પદમાં કહે છે કે, ‘‘શ્રીવલ્લભ મહાસિન્ધુ સમાન.’’ જેમ અનેક સરિતાઓનો પ્રવાહ સમુદ્રમાં સમાઈ જાય તેમ અનંત કોટિ સ્વામિનીજીઓ દિવ્ય પ્રેમના સમુદ્ર રૂપ છે, તે અનંત દિવ્ય પ્રેમના સમુદ્રનો પ્રવાહ મહાસમુદ્ર રૂપ શ્રીવલ્લભમાં સમાવિષ્ટ થઈ જાય છે. તેથી શ્રીવલ્લભને ‘દિવ્ય પ્રેમના મહાસિન્ધુ’ કહ્યા છે. અને જેમ મહાસમુદ્રના અનંત તરંગોનું અનંત ભક્તો સેવન કરે તો પણ મહાસમુદ્રના અનંત તરંગોમાં કાંઈ ન્યૂનતા થતી નથી. અનંત ભક્તો આ દિવ્ય પ્રેમના મહાસમુદ્રના તરંગોથી સુખ પ્રાપ્ત કરે તો પણ મહાસમુદ્ર તેટલો ને તેટલો જ ભરેલો રહે છે અને પ્રતિક્ષણ અનંત તરંગો તેમાંથી પ્રક્ટ થયા જ કરે છે. તેવી જ રીતે દિવ્ય પ્રેમના મહાસિન્ધુ શ્રીવલ્લભ સ્વરૂપમાંથી અનંત કોટિ સ્વામિનીજીઓ દિવ્ય પ્રેમનો અનુભવ કરે છે. છતાં મહાસિન્ધુ પૂર્ણ જ ભરેલો રહે છે.
અહીં શ્રીવલ્લભ મહાસિન્ધુના અનંત તરંગો જ અનંત કોટિ સ્વામિનીજીનાં સ્વરૂપો છે. એક-એક તરંગ દિવ્ય પ્રેમના સમુદ્ર સમાન છે, તે સમુદ્રરૂપ સ્વરૂપ પ્રત્યેક સ્વામિનીજી છે. આવો કલ્પનામાં ન આવી શકે તેવો મહિમા શ્રીવલ્લભનો હોવાથી ‘‘શ્રીવલ્લભ મહાસિન્ધુ સમાન’’ અને ‘‘શ્રીવલ્લભ તજ અપુનો ઠાકુર, કહો કોનપે જૈયે હો ।’’ એમ શ્રીહરિરાયચરણ કહી રહ્યા છે.
આવા શ્રીવલ્લભને છોડીને કોની પાસે આનંદની ભિક્ષા માગવા જવું ? એમ કરૂણા ભરેલા હૃદયથી શ્રીહરિરાયચરણ શ્રીવલ્લભના જનોને સૂચવી રહ્યા છે. અનંત સ્વામિનીજીઓના દિવ્ય પ્રેમ-વિલાસની પૂર્ણતા મહાસિન્ધુ સ્વરૂપ શ્રીવલ્લભમાંથી જ થાય છે. તેવા શ્રીવલ્લભને છોડીને કોની પાસે દિવ્ય આનંદની ભિક્ષા માગવા જઈએ ? આ પદમાં શ્રીહરિરાયચરણે દિવ્ય પ્રેમ સ્વરૂપ શ્રીવલ્લભના અનિર્વચનીય, અકથનીય મહીમાને જણાવેલો છે. આ મહિમા દિવ્ય પ્રેમ રૂપ જ સમજવો. જેમ મીઠા સમુદ્રનું જલ પણ મીઠું જ હોય છે, તેમ દિવ્યપ્રેમના મહાસમુદ્ર રૂપ શ્રીવલ્લભનો મહિમા પણ દિવ્ય છે.
હવે બીજી પંક્તિમાં કહ્યું છે કે, ‘‘સબગુણ પૂરણ કરૂણા સાગર, જહાં મહા રસ પૈયે હો.’’ ‘‘સબગુણ પૂરણ’’ એટલે સૌંદર્યતા, લાવણ્યતા, માધુર્યતા, સુકુમારતા, મૃદુલતા, કમનીયતા આદિ દિવ્ય પ્રેમના અનંત ગુણોની સીમા શ્રીવલ્લભ સ્વરૂપમાં જ રહેલી છે. વળી પ્રત્યેક ગુણ, સાગર સમાન પૂર્ણ છે. આવા અનંત ગુણોની સીમાવાળા શ્રીવલ્લભ સ્વરૂપને ભક્તજન હૃદમાં કેમ ધારણ કરી શકે તેવી કોઈને શંકા થાય, તેના સમાધાનમાં કહે છે કે, ‘‘કરૂણા સાગર.’’ કરૂણા એટલે વાત્સલ્યતા. માતાને વાત્સલ્યપ્રેમ પોતાના બાળક પ્રત્યે હોવાથી માતા પોતે જ નિરાધાર બાલકનું લાલન-પાલન કરે છે, બાલક તરફની કોઈ અપેક્ષા માતા રાખતી નથી. આવા વાત્સલ્ય પ્રેમના સાગરરૂપ શ્રીવલ્લભ હોવાથી પોતાના અનંત દિવ્ય ગુણોને ભક્ત ધારણ કરી શકે તેવી પાત્રતા પોતાના સામર્થ્યથી જ આપ સિદ્ધ કરે છે. ‘‘વિભુ’’ નામવાળું આપનું સ્વરૂપ હૃદયમાં પધારે, ત્યારે ભક્ત હૃદયને પણ ‘‘વિભુ’’ એટલે વ્યાપક ધર્મવાળું બનાવે છે. સર્વાત્મભાવી ભક્તમાં ભગવાન જેવું જ સામર્થ્ય હોય છે. (આ કથનમાં પ્રમાણની અપેક્ષા રહે તો સુ. 3-28-24માં જોવું.)
હવે ‘‘મહારસ પૈયે’’ તેમ પદમાં કહ્યું છે. તો રસ અને મહારસના અનુભમાં આનંદનું તારતમ્ય હોવાથી, શ્રીવલ્લભરસને ‘‘મહારસ’’ કહ્યો છે. સંયોગના આનંદને રસ કહેવાય છે, અને વિપ્રયોગના આનંદને મહારસ કહેવાય છે. શ્રીવલ્લભનું સ્વરૂપ વિપ્રયોગાત્મક છે તેથી આપ મહારસરૂપ છે. સંયોગનો આનંદ એક સ્વરૂપથી અનુભવાય છે, જ્યારે વિપ્રયોગનો આનંદ અનંત સ્વરૂપથી અનુભવાય છે. તેથી વિપ્રયોગ સ્વરૂપ શ્રીવલ્લભને મહારસ રૂપ કહેલ છે.
‘‘સુરત હી દેખ અનંગ વિમોહિત, તન-મન પ્રાન બિકૈયે હો.’’ આ પંક્તિમાં કહ્યું છે કે, શ્રીવલ્લભ સ્વરૂપનું સૌંદર્ય દેખિને, ‘‘અનંત’’ કામદેવ વિશેષે કરીને મોહિત થઈ જાય છે ! લીલા લોકમાં કામદેવ શ્રીજી છે ! તે શ્રીજી શ્રીવલ્લભની સૌંદર્યતાના દર્શનથી વિશેષે કરીને મોહિત થઈ જાય છે ! મોહિત શબ્દનો અર્થ જેમાં મોહ થયો હોય તેના વિના બીજું કોઈ જ્ઞાન રહે નહીં, બીજું બધુંય ભૂલાય જાય તે મોહિત શબ્દનો અર્થ છે ! તો અહીં શ્રીવલ્લભ સ્વરૂપની સૌંદર્યતા, લાવણ્યતા, માધુર્ય સુધાનું પાન કરીને શ્રીજી તેમાં નિમગ્ન થયા છે ! પ્રેમામૃત રસાયન ગ્રંથમાં એક નામ છે ‘‘શ્રીવલ્લવી વદનામ્ભોજ મધુમત્ત મધુવ્રત’’ વલ્લવી એટલે શ્રીગોપીજન, તેના વદન કમલના લાવણ્ય, માધુર્ય પાનમાં જેની મત્ત અવસ્થા છે, અને તે લાવણ્ય મધુનું પાન કરવું તે જ જેનું વ્રત છે તેવા શ્રીજી છે ! અહીં ‘‘મત્ત’’ અવસ્થા કહી છે તો મત્ત અવસ્થા વાળાને અન્યનું વિસ્મરણ હોય છે ! જેમ મદિરા પાન કરનારને તેના નશામાં પોતાનું કે અન્યનું જ્ઞાન રહેતું નથી, તેમ શ્રીસ્વામિનીજીનાં વદનામ્ભોજ મધુનું પાન કરીને શ્રીજી મત્ત થઈ ગયા છે ! શ્રીવલ્લભ મુખામ્ભોજનાં લાવણ્ય માધુર્યમાં તો અનંત કોટિ સ્વામિનીજીઓનાં શ્રીમુખનું લાવણ્ય મધુ એકત્રીત થયેલું છે, તેવા શ્રીવલ્લભનાં શ્રીમુખની સૌંદર્યતાનાં પાનમાં શ્રીજી વિશેષ મોહિત થાય તેમાં શું આશ્ચર્ય હોય ? શ્રીસર્વોત્તમજીમાં ‘‘ત્રિલોકી ભૂષણ’’ આપનું નામ છે. ‘‘ત્રિલોકી’’ એટલે રાજસ-તામસ-સાત્વિક ભાવવાળા કોટાનકોટિ સ્વામિનીજીઓમાં જે સૌંદર્યતા રહેલી છે તે સર્વ સૌંદર્યતા શ્રીવલ્લભના સ્વરૂપમાં રહે છે. અથવા કોટાનકોટિ સ્વામિનીજીઓને સૌંદર્ય લાવણ્યામૃતથી ભૂષિત કરનાર શ્રીવલ્લભ છે. શ્રીવલ્લભના મહાન સૌંદર્ય સ્વરૂપમાંથી જ કોટાનકોટિ સ્વામિનીજીઓની સૌંદર્યતા પ્રગટ થઈ છે. તેથી ‘‘ત્રિલોકી ભૂષણ’’ નામ કહ્યું છે. આવા મહાન સૌંદર્ય સ્વરૂપમાં તન-મન-પ્રાન ન્યોછાવર કરવા શ્રીહરિરાયચરણ ઉત્સાહિત થઈ રહ્યા છે.
‘‘પરમ ઉદાર ચતુર સુખ સાગર, અપાર સદા ગુણ ગૈયે હો.’’ આ પંક્તિમાં ‘‘પરમ ઉદાર’’ કહ્યા. ‘‘પરમ’’ શબ્દનો અર્થ જેનાથી બીજું કોઈ તત્વ શ્રેષ્ઠ ન હોય તેને ‘‘પરમ’’ કહેવાય છે. તો શ્રીવલ્લભથી કોઈ તત્વ શ્રેષ્ઠ નથી અને શ્રીવલ્લભ સમાન બીજું કોઈ ઉદાર નથી. સંસાર સાગરમાં ડૂબેલા અને પતિત થયેલા જીવને એક કૃપા-કટાક્ષ માત્રથી ઉદ્ધાર કરી પોતાના મહાન અલૌકિક સ્વરૂપના આનંદનું દાન કરે છે. પાત્ર કે અપાત્રનો વિચાર કર્યા વગર પોતાના અદભૂત સામર્થ્યથી જીવને યોગ્ય બનાવી તે જ ક્ષણે દિવ્ય પ્રેમ સાગરમાં નિમગ્ન કરે છે, તેથી કહ્યું કે, શ્રીવલ્લભ પરમ ઉદાર છે. હવે ‘‘ચતુર સુખ સાગર’’ કહ્યા. તેનો ભાવાર્થ આપની ચાતુર્યતા ભૂતલનાં ભક્તોને નિત્યલીલા સ્વરૂપનો અનુભવ કરાવવામાં રહેલી છે. નિત્યલીલામાં બિરાજતું પ્રભુનું સ્વરૂપ નિત્ય સિદ્ધા સ્વામિનીજીઓમાં જ આસકત છે. તેવી આસકિત ભૂતલના અંગીકૃત જનોને તત્સુખી પ્રેમનું દાન કરીને શ્રીજીને નિજ્જનોમાં આસકત કર્યા છે. તત્સુખ પ્રેમમાં માધુર્યતા રહેલી છે, અને આ માધુર્ય પ્રેમના જ શ્રીજી ભોક્તા છે. તેથી જેમ ભ્રમરને કમલ મકરંદની સૌરભતા દૂર-દૂરથી પ્રાપ્ત થતાં ભ્રમર સ્વયં ચાલીને કમલ મકરંદ પાનમાં લુબ્ધ થઈ જાય છે, કમલ ભ્રમરને બોલાવવા જતું નથી, ભ્રમરની અપેક્ષા પણ કરતું નથી, પરંતુ સ્વયં ભ્રમર જ કમળ પુષ્પ મકરંદ સૌરભતા તરફ આકર્ષાય છે. તેથી એક કવિએ કહ્યું છે કે :
કમલ બુલાવન કબ ગયે, કબ કીનો સન્માન ।
નેહ નિમંત્રણ કે સગે, અતિ અધિર ઉલટાન ।।
મકરંદ પાનનો લોભી ભોંરા સ્વયં અધિર બનીને કમળ પાસે જઈને તેની મકરંદ પાનમાં લુબ્ધ બને છે. તેમ નિજ્જનોને શ્રીવલ્લભે તત્સુખી પ્રેમનું દાન કરેલું હોવાથી શ્રીજી સ્વયં નિજ્જનોનાં હૃદયમાં બંધાઈ જાય છે. જેમ નારાયણદાસ બ્રહ્મચારીના પ્રસંગમાં શ્રીચંદ્રમાજીએ તત્સુખ સેવાથી પ્રસન્ન થઈ નારાયણદાસજીને આજ્ઞા કરી કે, તું માંગ, હું તારી ઉપર પ્રસન્ન છું. પ્રભુના આવા વચનો શ્રવણ કરીને કહે છે કે, આપ શ્રીગુસાંઈજીના ઘેર પધારો, આપને અપાર સુખ ત્યાં મળશે. આવી નારાયણદાસજીની તત્સુખ ભાવવાળી ભાવનાથી શ્રીચંદ્રમાજી પરવશ થઈને નારાયણદાસને માથે જ 50 વરસ વધારે બિરાજ્યા. આવું તત્સુખી માધુર્ય પ્રેમનું દાન નિજ્જનોને ચાતુર્યતા પૂર્વક કરેલું છે. શ્રીમદનમોહનજી શ્રીરૂક્ષ્મણિજીના ઋણી થઈ ગયા તે પણ તત્સુખી પ્રેમનો જ પ્રભાવ છે. આપની ચાતુર્યતા પૂર્વકની મહોદારતા આ તત્સુખી માધુર્ય પ્રેમ દાનમાં જ રહેલી છે. આ તત્સુખી માધુર્ય પ્રેમ તે આપનું સ્વયંનું શ્રીસ્વામિની ભાવાત્મક સ્વરૂપ છે. તે સ્વરૂપનું દાન શ્રીવલ્લભ અતિ ઉદારતાથી નિજ્જનોને કરે છે. ચતુઃશ્લોકીમાં અને શ્રીસર્વોત્તમજીમાં ‘‘અંગિકૃત્યૈવઃ ગોપીશઃ વલ્લભી કૃત માનવઃ’’ આ નામમાં પણ આપની ચાતુર્યતાના દર્શન થાય છે. આપનું નિગૂઢ સ્વરૂપ, નિગૂઢ ચાતુર્યતા, નિગૂઢ દાન, નિગૂઢ વિલાસ. આ સર્વ નિગૂઢ જ રહેલું છે. તેનો અનુભવ અનન્ય જનો જ જેવા કે કોટિમાં વિરલા શ્રીપદ્મનાભદાસદિ જ કરી શકે છે.

‘‘સુખ સાગર.’’ આપને સુખના સાગર કહ્યા. તેનો ભાવાર્થ એ છે કે, સંયોગ લીલામાં ભક્તોને પ્રભુના સંયોગ પછી વિયોગ દુઃખનો અનુભવ કરવો પડે છે. તેવું દુઃખ શ્રીવલ્લભ ચરણકમલના આશ્રિત જનમાં માધુર્ય પ્રેમનો સિન્ધુ ભરેલો છે, તેમાંથી પ્રતિક્ષણે મધુર પ્રેમના નૂતન-નૂતન ભાવ-તરંગો પ્રગટ થતાં જ રહે છે, તેના આસ્વાદમાં શ્રીજી સદા અતૃપ્ત રહે છે ! તૃપ્તિ થઈ જાય ત્યારે જ બીજા ભક્તનું સદન શોધે. પણ જ્યાં મધુર સુધા-પાનની તૃપ્તિ જ નથી થતી ત્યાં બીજા સદનમાં પધારવાનું રહેતું નથી. અથવા માધુર્ય સુધા આસ્વાદનમાં શ્રીજીને અન્યનું વિસ્મરણ થયેલું છે. તેથી ભાગવતમાં ભગવદ્ વાક્ય છે કે, ‘‘હું મારા ભક્ત વિના બીજું કંઈ જાણતો નથી. અને ભક્ત મારા વિના બીજું કંઈ જાણતો નથી.’’ આ ઊભયની દુનિયા જ નિરાલી રચાય છે. શ્રીવલ્લભનાં મહા ઉદાર ચરિત્રમાં આથી વિશેષ શું કહેવું ? માધુર્ય પ્રેમ અપાર સિન્ધુ સમાન હોવાથી તે કથનમાં કેટલો આવી શકે ? ‘‘શરણ વલ્લભ ગહી, ભાગ્યકો પાર નહિં, ભજો ‘કૃષ્ણદાસ’ અંતર્જામી.’’

પુષ્ટિમાર્ગમાં જે કાંઈ મહત્વનું છે તે ભાવ જ છે. પુષ્ટિપ્રભુ ભાવાત્મા છે. પુષ્ટિમાર્ગ ભાવાત્મક છે, ગદ્યમંત્ર ભાવાત્મક છે, પ્રભુનું સ્વરૂપ અને ભાવનું દાન પણ ભાવાત્મક છે. આમ સર્વ કાંઈ છે તે સઘળું ભાવાત્મક છે. ‘ભજ સખી ભાવ ભાવિક દેવ.’ પ્રભુ સ્મરણ અને સેવા ભાવપૂર્વક કરવામાં આવે તો જ તે ફલ રૂપ છે. ભાવ વગરની સેવા ક્રિયાત્મક છે. ભાવ સાકાર-સ્વરૂપાત્મક છે. ભાવનું સ્વરૂપ જ નિરાલું છે. શ્રીમહાપ્રભુજી ‘સંન્યાસ નિર્ણય’ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ‘ભાવો ભાવનયા સિદ્ધઃ’ શ્રીહરિરાયજી વાંગમુક્તાવલીમાં કહે છે. ‘પુષ્ટિમાર્ગે ભાવ એવ ફલં સર્વોત્તમં મતમ્.’ અનુગ્રહ માર્ગમાં ભાવ જ સર્વોપરી ફલરૂપ મનાયો છે. આ પુષ્ટિભાવનું દાન કૃપાસિંધુ શ્રીવલ્લભ જ કરે છે. પુષ્ટિમાં ભાવના માલિક જે શ્રીગોપીજનો છે.
હવે ભાવ અને ભાવના શું છે ? તે જોઈએ. પ્રભુના વિષયમાં રાખેલો પ્રેમ એનું નામ જ ભાવ. ભાવ એટલે વિશુદ્ધ પ્રેમ-સ્નેહ. ભાવના એટલે ભગવદ વિષયક ચિંતન. (કીટભ્રમરન્યાએ) પુષ્ટિમાર્ગની સેવામાં સ્વરૂપભાવના, લીલાભાવના અને ભાવભાવાનું અતિ આવશ્યક અંગ છે. તે જાણ્યા વિનાની સેવા ક્રિયાત્મક છે. એક વાર શ્રીગોકુલનાથજી ગુજરાતના પ્રદેશે બિરાજતા હતા. આપે શ્રીજાનકી વહુજીને આજ્ઞા કરી, ‘આપ પ્રભુની સેવા સુખરૂપ પહોંચજો.’ શ્રીજાનકી વહુજીને પુછયું. જય કૃપાનાથ, આપનું સેવ્યસ્વરૂપ તે કઈ લીલાનું છે, તેની ભાવના કેમ કરવી, તે કૃપા કરી દર્શાવો. ત્યારે આપશ્રી ગોકુલેશપ્રભુએ કહ્યું. ‘આપણું સેવ્ય સ્વરૂપ શ્રીગોકુલનાથજી છે. તે સારસ્વત કલ્પની ગિરિરાજ ધારણ લીલા (આશ્રય લીલા)નું સ્વરૂપ છે. તે ચત્રભૂજ છે. બે હસ્તથી વેણું ગ્રહણ કરેલ છે, જમણા શ્રીહસ્તથી ગિરિરાજ ધારણ કરેલ છે, ડાબા હસ્તથી શંખ ધારણ કરેલ છે, બે સ્વામિનીજીઓ શ્રીરાધાજી અને શ્રીચંદ્રાવલીજી બિરાજે છે. આ રીતે સ્વરૂપ, લીલાને બરાબર સમજી ભાવના કરી સેવા કરજો.’ આમ અહીં શ્રીજાનકી વહુજીને નિમિત્ત બનાવી સઘળી પુષ્ટિ સૃષ્ટિને સ્વરૂપ, લીલા અને ભાવના કરવાની પરોક્ષ આજ્ઞા આપે કરી છે. મહાન સ્વરૂપોની વાણીનું હાર્દ સમજવું દુર્લભ છે.
શ્રીગુરૂદેવ દ્વારા ભાવનું દાન થાય ત્યારે જ સેવા ફલરૂપ બને છે. પુષ્ટિજીવને બ્રહ્મસંબંધ વખતે જ દાસ્યભાવનું દાન થયેલું છે. પ્રથમ દાસ્યભાવની જ મુખ્યતા છે. દાસ્યભાવ અને દિનતા સિદ્ધ થયે, પ્રભુ-સેવ્ય સ્વરૂપ આપ જે ભાવે જીવ સાથે વિલસવા ઇચ્છા કરશે તે ભાવનું દાન કરશે. જીવ પોતે મનસ્વી કોઈ ભાવ કરી શકતો જ નથી. અને કદી એવી ચેષ્ટા કરી ભાવ કરે તો તે ફલરૂપ થતો નથી. દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, માધુરીભાવ આ બધા ભાવો આપશ્રી પોતે શ્રીવલ્લભ કૃપા કરી દાન કરે તોજ તે ફલરૂપ છે. પ્રથમ દાસ્ય અને દીનતા જરૂરી છે. હવે ભાવનું કેવું સુક્ષ્મ સ્વરૂપ છે તે એક પ્રસંગ પરથી જોઈએ.
શ્રીગુસાંઈજી આપશ્રી દ્વારકા જતા હતા, સાથે ચાચાજી પણ હતા. રસ્તામાં આપશ્રીએ એક પર્વત જોયો, તે જોઈ ચાચાજીને કહ્યું. ‘દેખો, એ પર્વતકો દેખતે હી મુજ શ્રીગિરિરાજકી યાદ આ ગઈ ?’ ચાચાજીએ કહ્યું. ‘એમ ! પછી ચાચાજીએ લીલાભાવ દ્રષ્ટિથી એ પર્વત પર જોયું. આમ કૃપાશક્તિ અવલોકનથી પર્વત પરના સર્વ પદાર્થો જડ, ચેતન સૌ અલૌકિક બની ગયા. અને તત્કાલ જેમ આકાશમાં વિજળી ઝબકે તેમ તે પર્વત ચમકીને સીધો જ ગોલોક ધામમાં જઈ શ્રીગિરિરાજજીના બ્રહ્મ શીખરમાં સમાઈ ગયો ! કેવલ એક અલૌકિક ભાવદ્રષ્ટિથી જડ પર્વત ચેતન અને અલૌકિક બની ગયો. તો વૈષ્ણવ જેવા ચેતન પ્રાણી પર જો આવી કૃપા શક્તિની દ્રષ્ટિ પડે તો શું ના પ્રાપ્ત કરી શકે ? હા, તે માટે સતત ભગવદ સન્મુખ રહેવું જરૂરી છે. શ્રીગુસાંઈજીએ કહ્યું, ‘ચાચાજી, આ તમે શું કર્યું ?’ ‘મહારાજ, હવે એ ભૂતલ પર રહેવા લાયક ના રહ્યો તેથી તે ગોલોક ધામ ગયો.’ આ છે પુષ્ટિ ભાવનું સ્વરૂપ. બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં એક ડોશીનો પ્રસંગ છે. જેમને શ્રીબાલકૃષ્ણજીને પોતાના ભાવથી શ્રીમદનમોહનજી થવું પડયું છે. પરેની વાર્તામાં પણ ભાવ એ જ પ્રમાણે બતાવ્યો છે.
વાર્તા સાહિત્યમાંથી આપણે આવા ભાવો વિચારતા નથી. અને કેવળ ભાવલા વેડા કરીએ છીએ. જ્યાં ત્યાં ભટકીએ છીએ. સેવ્યને જ સર્વસ્વ અને સાક્ષાત માની સેવતા નથી. પણ જરા વિચાર તો કરો કે, શ્રીમહાપ્રભુજીએ સેવામાં જે સ્વરૂપ પધરાવી આપ્યું છે તે શું ઓછું છે ? ખરા ભાવથી અહીંજ રોજ ઝારી ભરો, નૂતન સામગ્રી કરો, મનોરથ કરો, વૈષ્ણવ – ભગવદીયોને પ્રસાદ લેવડાવો. પણ આ નથી થતું. પ્રભુને નિવેદીત કરેલ પૈસામાંથી ખર્ચ કરી બહાર જાય તો જ જીવને યાત્રા કરી, જારી ભરી એવો સંતોષ થાય. આ જીવની કેટલી પામરતા છે. જીવને જે પ્રકારનો સત્સંગ પુષ્ટિ પોષણ જોઈએ તે નથી તેથી તે ભટકે છે. જ્યારે આ બધી બહારની ભટકન મટી જશે, સેવ્ય સ્વરૂપને ઓળખશે, ત્યારે જીવ પુષ્ટિ સેવા કરી શકશે. જ્યાં સુધી સેવ્ય સિવાય બીજા સ્વરૂપને નિરખવાની ઇચ્છા થાય છે ત્યાં સુધી તે ભાવ વ્યભિચાર છે. પુષ્ટિ પ્રભુ પતિવ્રત ભાવથી વશ થાય છે. વ્યભિચારી ભાવવાળાથી કદી પ્રસન્ન નહિ પણ અપ્રસન્ન જ રહે છે. હા ! નાથ, શ્રીવલ્લભ કૃપા કરે તોજ જીવને આ સત્ય સમજાશે.

ઘણા વૈષ્ણવો સેવા ન બની શકતી હોય ત્યારે માનસીમાં જ એક જગ્યાએ બેસી સેવાની ભાવના કરે છે. આ સેવા ભાવનાને જ તે માનસી કહે છે. અરે ભાઈ માનસી તો ફલ રૂપા છે. તનુ વિત્તજા સેવા મન લગાવી કર્યા પછી, તે સિદ્ધ થયે માનસી થાય છે. સેવા ન બની આવે ત્યારે એકાંતમાં બેસી સેવ્યની મંગળાથી સેન પર્યંત સેવા ભાવના કરવી તે ભગવદ ચિંતન છે, માનસી નહિ. ભગવદચિંતન (ભાવના) અને માનસીમાં આસમાન જમીનનો ફેર છે. પુષ્ટિમાર્ગમાં અન્નદોષ અને દુઃસંગ દોષ એ ભગવદ પ્રાપ્તી માટે પહાડ જેવા પ્રતિબંધ છે. ભોગ ધરી પ્રસાદીથી નિર્વાહ કરવો. ગુણગાન કરવા, વાણીનો નિરોધ કરવો. ભગવદીયોનો સંગ કરવો. ભગવદીય ના મળે તો માર્ગમાં નાના મોટા ગ્રંથોનું શ્રવણ – મનન ખુબ કરવું. આ જ જીવનું મુખ્ય કર્તવ્ય છે. પુષ્ટિમાર્ગમાં જીવે સેવા પ્રકાર, ભાવ – ભાવના રીત-પ્રિત બધું પોતાના દીક્ષા ગુરૂ પાસે નમ્ર ભાવે, વિનંતી કરી શીખી લેવું. શ્રીગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં ગાય છે, ‘શ્રીપુરુષોત્તમ ઉત્તમ વરને સમય જોઈ શીશ નામવું’ એકાંતમાં પ્રસન્નચિત્તે બિરાજતા હોય ત્યારે દીનભાવે સન્મુખ દ્રષ્ટિ કરી, આજ્ઞા માગી પૂછવાથી, કૃપા જરૂર કરશે. કૃપા કરવા તો ભૂતલ શ્રમ લઈ બિરાજે છે. શ્રીવલ્લભશરણ થકી સૌ પડે સહેલું રે.

પુષ્ટિમાર્ગ સ્વરૂપાત્મક – ભાવાત્મક છે. જેમાં સાધન રૂપ સેવા જ ફલરૂપ છે. સાધન અને ફલનો અભેદ છે. સેવામાં જ ફલ રહેલું છે. એમાં પ્રભુના તત્સુખનો ભાવ જ મુખ્ય છે. ભાવ જ પરમ ફલરૂપ છે. ભૂકંપ ગ્રસ્ત વિસ્તારમાંથી એક સ્નેહી વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે, “ભાઈ, ભૂકંપ વખતે પ્રભુને ઝાંપીમાં પધરાવી બહાર નીકળી જવું કે, ઘરમાં જ પ્રભુ પાસે બેસી નામ સ્મરણ કરવું ? ઘણા કાંઈ કહે છે, કોઈ પ્રભુ પાસે જ બેસી રહેવાનું કહે છે. શું કરવું ?” મેં કહ્યું, “ભાઈ, શ્રીમહાપ્રભુજીએ સારસ્વત કલ્પની ‘આશ્રય લીલા’ વખતે જ્યારે ઇન્દ્રે ખૂબ વૃષ્ટિ કરી, ત્યારે એ પ્રલયકારી વર્ષાથી બચવા શ્રીગોપીજનોએ પ્રભુને વિનંતી કરી, “કૃપાનાથ, આપ અમારી રક્ષા કરો” અહીં શ્રીમહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રીગોપીજનો અહીંયા સ્નેહમાર્ગથી ખસી ગયાં ! સાત વર્ષનો કુંવર કનૈયો ગોપીઓનું રક્ષણ કરે કે ગોપીઓએ એમનું રક્ષણ કરવું જોઈએ ! સ્નેહમાર્ગમાં તો પ્રિયના જ સુખનો પ્રથમ વિચાર કરવો જોઈએ. સ્નેહની એ જ રીત છે. તેમ ભૂકંપ વખતે પ્રભુને ઝાંપીમાં પધરાવી ઘરની બહાર નીકળી જવું. પ્રભુ તો ઘરમાં અને બહાર તમારી રક્ષા કરવાના જ છે. પરંતુ સેવકનો ધર્મ સ્વામીના સુખનો વિચાર કરવો તે છે.

એકવાર શ્રીમહાપ્રભુજી અને શ્રીચૈતન્ય પ્રભુના સેવકો જગન્નાથજી જઈ રહ્યા હતા. માર્ગમાં બે રસ્તા આવ્યા. એક જંગલમાં થઈ જવાનો, બીજો લાંબા રસ્તે જવાનો. ચૈતન્ય પ્રભુના સેવકોએ જંગલ રસ્તો લીધો. મહાપ્રભુજીના સેવકો લાંબા રસ્તે ગયા, બંને મુકામે પહોંચી ગયા. ત્યાં ચૈતન્ય પ્રભુના સેવકોએ શ્રીમહાપ્રભુજીને વિનંતી કરી કે, “પ્રભુ, તમારા સેવકો કેવા છે ? અમારી સાથે ટૂંકા રસ્તે ન આવતાં લાંબો રસ્તો લીધો. આપશ્રી સ્વામીએ હસીને જવાબ આપ્યો, “ભાઈ, અમારા સેવકો સ્વામીને પરિશ્રમ ન થાય તેથી લાંબો રસ્તો પકડયો. તમે જંગલ રસ્તે આવ્યા, તેમાં હિંસક પશુ વિગેરેથી તમારી રક્ષા કરવા માટે તમારી પાછળ પ્રભુને આવવું પડયું. તેમાં પ્રભુને શ્રમ કરવો પડયો. આ સાંભળી સૌ પ્રસન્ન થયા. હાલમાં જીવો નાના-મોટા દુઃખોમાંથી મુક્ત થવા પ્રભુને શ્રમ આપે છે. શ્રીગિરિરાજ બાવાની માનતા માને છે. આ ઉચીત નથી, કંઠે પ્રાણ આવે છતાં પ્રભુને શ્રમ ન અપાય. પ્રભુ અંતરયામી છે. શું તમારાં દુઃખને નથી જાણતા ? શ્રીવલ્લભની આજ્ઞા છે પુષ્ટિ જીવે ત્રણે પ્રકારના દુઃખોને દ્રઢ આશ્રય અને વિવેક પૂર્વક સહન કરવા. એમાં જ જીવનું કલ્યાણ છે. “અશક્યમાં સુશક્યમાં શ્રીહરિનું જ શરણ લેવું એવી આજ્ઞા છે. જે શ્રીગિરિરાજજીની બાધા રાખે છે, તેઓએ એ પણ ખાસ ધ્યાન રાખવું કે શ્રીગિરિરાજજી ભક્ત સ્વરૂપ-હરિદાસવર્ય છે. એની બાધા રાખે, ગિરિરાજજી જે સ્વયમ્ પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે બિરાજે છે તેમની નહીં. આ ભેદ સમજીને કરવું. પુષ્ટિમાર્ગના નિગૂઢ સિદ્ધાંતો 84 / 252 ની વાર્તાઓમાં સમાયેલ છે. ત્યાંથી પ્રમાણ મળી રહેશે. બીજે ફાંફા મારવાની કે પૂછવાની જરૂર જ નથી. સ્વામી શ્રીવલ્લભ અતિ કરૂણાસાગર છે. આપ જ જીવના સાધન રૂપ થઈ સાધ્યને પ્રાપ્ત કરાવી આપી છે.

પુષ્ટિમાર્ગમાં આવ્યા પછી જીવને પોતાના કર્તવ્યનું જ્ઞાન ન હોય તો તે જીવ કશું જ પ્રાપ્ત કરી શકે નહી. મોટા ભાગના વૈષ્ણવો સેવા કરે છે, કેટલાક મેંડ – મર્યાદાથી ભોગ ધરીને લે છે. દર વર્ષે વ્રજયાત્રા કરે, ચારે ધામની યાત્રા, દરેક બેઠકમાં જારીજી ભરે છે. જ્યાં ત્યાં થતા મનોરથો, ઉત્સવોમાં દોડાદોડી કરે છે. બધાની કથાઓ, ભાગવતજી સાંભળે છે. આમ બધું જ કરે છે. ઠેર ઠરે સત્સંગ કરવો. છતાં આપણે પૂછીએ કે, ‘તમને પ્રભુનો કાંઈ અનુભવ થયો ?’ તો કહેશે ના, હતા ત્યાંના ત્યાંજ છીએ. જીવનમાં કોઈ બદલાવ નથી. નથી પ્રાપ્ત થયું તેનો કોઈ પરિતાપ કે ચિંતા પણ થતી નથી. કેવળ ક્રિયામાત્ર કરે છે. જિંદગીના અમુલ્ય વર્ષો આમ જ વહી ગયા, બાકીના વહી જાય છે. આ છે આજના મોટા ભાગના વૈષ્ણવોની સાચી પરિસ્થિતિ.
પ્રભુથી વિખુટા પડે ઘણો કાળ વહી ગયો. અનેક જન્મ મરણના ફેરામાં જીવ પોતે પોતાનું મુલ ધામ, પ્રભુનું સ્વરૂપ, લીલા અને પોતાનું લીલા મધ્યપાતિ સ્વરૂપ આ સર્વ કાંઈ વિસરી ગયો ! અનેક જન્મોના પૂણ્યથી વૈષ્ણવને ત્યાં જન્મ મળ્યો. વળી શ્રીવલ્લભ પ્રભુનું શરણ મળ્યું. છતાં કોઈ પુરુષાર્થ કે ધ્યેયનો વિચાર કર્યા વિના, નિશ્ચય કર્યા વિના જીવન પસાર કરી રહ્યા છે. જીવનું પ્રથમ કર્તવ્ય છે, દ્રઢ નિશ્ચય કરવો. જીવનમાં પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ કરવી છે, તેવો નિશ્ચય, સંકલ્પ કરવો. જીવને મનમાં આવો દ્રઢ નિશ્ચય થતાં જ કરૂણાનિધિ શ્રીવલ્લભ પ્રતિબંધો નિવૃત્ત કરી ભગવદ્ વિષયક સઘળી સામગ્રી, સેવા, રીત-પ્રિત, ભગવદીયનો સંગ, એમ જે કાંઈ પુષ્ટિ પોષણની જરૂર છે તે પ્રાપ્ત કરાવશે. માટે જ શ્રીદયારામભાઈ કહે છે કે, ‘નિશ્ચયના મહેલમાં વસે મ્હારો વાલમો, જે રે જાયે તે ઝાખી પામે જીરે.’ નિશ્ચયનો મહેલ ક્યાં છે ? પુષ્ટિ જીવના હૃદયમાં જ એ છે. બ્રહ્મસંબંધ વખતે જ શ્રીવલ્લભે તેના હૃદયમાં પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ અને તે જીવનું મુળ લીલા મધ્યપાતિ સ્વરૂપ પ્રસ્થાપિત કરી અલૌકિક કૃપા શક્તિનું દાન કર્યું છે. આ બાબતની પહેચાન જીવને નથી. છે તો તેનો નિશ્ચય કર્યો નથી. સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન દ્વારા તે પ્રભુની પ્રાપ્તિનો પુરુષાર્થ કર્યો નથી. અને જીવ નિઃસહાય બની ભવ-સાગરમાં ભટકી રહ્યો છે. જીવને અસમર્પિત અને દુઃસંગથી નિશ્ચય થતો નથી. કર્તવ્યનું ભાન થતું નથી. શ્રીમહાપ્રભુજીની આજ્ઞાનું પાલન જીવ નથી કરતો. પછી ફલની આશા કેવી રીતે રાખી શકાય ?
પુષ્ટિ જીવને નથી પ્રાપ્ત થયું તેનો પ્રચૂર તાપ હોવો અતિ આવશ્યક છે. પુષ્ટિજીવને શિથિલભાવ નહિ ચાલે. કેટલાક વૈષ્ણવો કહે છે, ભાઈ, આ તો કૃપામાર્ગ છે. પ્રભુ કૃપા કરશે ત્યારે બધું જ થશે. પ્રભુ કૃપા તો કરી રહ્યા છે, કરે છે, પણ જીવ પ્રભુથી વિમુખ રહેવાથી એ અદ્રષ્ટ કૃપાને જાણી શકતો નથી. શરણે લઈ સાક્ષાત પ્રભુસેવાનો અધિકાર આપી દીધો એ શું ઓછી કૃપા છે ? કઈ લાયકાતે પુષ્ટિ પુરુષોત્તમની સેવા માથે પધરાવી આપી ? સેવ્યને ઓળખવા પ્રયત્ન નથી કરવો, સેવ્યને સાક્ષાત માની તત્સુખ સેવા નથી કરવી. અને પોતાની જવાબદારી સ્વામી પર ઢોળી દેવી તે તો કૃતધ્નતા છે. અપરાધ છે. આપે સતત અષ્ટાક્ષરની આજ્ઞા કરી છે. કોણ એને પાળે છે ? આજ પળે નિશ્ચય કરો કે મારે આ જન્મમાં જ પ્રભુ પ્રાપ્તિનો આનંદ લેવો છે. તો કાંઈ દુર્લભ નથી. સાચી દિશાનો તાપ હશે તો તાપાત્મક શ્રીવલ્લભ અવશ્ય કૃપા કરશે જ. કરે છે જ. જીવને આપ સાધનરૂપ બની સાધ્ય પ્રાપ્ત કરાવે છે. આ સમાવવા માટે એક દ્રષ્ટાંત જોઈએ. જર્મની દેશના એક શહેરમાં એક સુથાર રહેતો હતો. ખુબ મહેનત કરી તેણે સુંદર ખુરશી બનાવી. તેનું રંગ રોગાન કરવા માટે તેના દીકરા વેટને કહ્યું. દીકરાએ પણ રાત દિવસ મહેનત કરી સુંદર રંગથી કારીગરી કરી ખુરશી તૈયાર કરી. પછી તેણે પોતાના પિતાજીને પુછયું : આ ખુરશી પર કોણ બેસશે ? પિતાએ કહ્યું : ‘આ શહેરના ન્યાયાધીશ બેસી ન્યાય કરશે.’ છોકરાએ કહ્યું, ‘પિતાજી, આ ખુરશી પર ન્યાયાધિશ બની હું જ બેસીશ. એ વેચશો નહિ.’ દ્રઢ નિશ્ચય કર્યો. સંકલ્પ કર્યો, ખુબ અભ્યાસ કરી ન્યાયાધીશ બન્યો. એ જ ખુરશી પર બેસી ન્યાય કરવા લાગ્યો. આમ લૌકિકમા આ છોકરાએ દ્રઢ નિશ્ચય કર્યો તો સફળ થયો, તો પછી પુષ્ટિ જીવ નિશ્ચય કરે તો શું પ્રાપ્ત ના કરી શકે ? જીવના સાચા નિશ્ચય, સંકલ્પમાં અગાધ શક્તિ રહેલી છે. જીવે આળસ તજીને પોતાની ધ્યેય પ્રાપ્તિમાં લાગી જવું જોઈએ. સંસારનાં કાર્યો કરતા છતાં ચિત્ત-મનને ધ્યેય સ્વરૂપમાં જોડી સતત ગુણગાન કરતાં રહેવાથી શ્રીવલ્લભ પ્રભુ નીજ સ્વકીયો ઉપર કૃપાવૃષ્ટિ કરશે જ. જીવકૃત પ્રતિબંધો જીવે જ પુરુષાર્થથી દુર કરવાં જ પડે. તે સિવાય કાંઈ પ્રાપ્ત થઈ શકે નહિ. જીવને બધું કરવું ગમે છે, પણ પ્રભુનું નામ લેવાનું નથી ગમતું. અધિકાર વિના નામ પણ લેવાતું નથી. નામ દુર્લભ છે. નામ ધર્મ રૂપ છે. તેમાં ધર્મિ પ્રભુ સાક્ષાત બિરાજે છે.