Archive for January, 2013

ગોલોકમાં બિરાજતા પૂર્ણ પુરૂષોતમ ભગવાન સારસ્વત કલ્પમાં વ્રજ – ગોકુળમાં પ્રગટ થયા હતા અને શ્રીકૃષ્ણના નામે પ્રસિધ્ધ થયા હતા. શ્રીકૃષ્ણને વ્રજમાં પ્રગટ થયે હજારો વર્ષો થઈ ગયા. દરમ્યાન ઘણા ભકતાત્માઓને ફરી પુથ્વી પર જન્મ લેવાનો થયો. ફરીથી તેમનો ઉધ્ધાર કરવાની જરૂર ઉભી થઈ. ત્યારે ભગવાને પોતાના કૃપાશકિત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે , “દૈવી જીવોનો અંગીકાર કરવા માટે આપે પણ પુથ્વી પર પ્રગટ થવું પડશે. ‘ શ્રીઠાકોરજીએ આ વાત સ્વીકારી. તેથી શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી સ્વરૂપે શ્રીકૃષ્ણ આજથી લગભગ સવા પાંચસો વર્ષ પૂર્વે ભારતમાં પ્રગટ થયા.   ભગવાન શ્રીકૃષ્ણ ફરીથી કળિયુમાં આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં વ્રજમંડળમાં આવેલા શ્રી ગિરિરાજ પર્વતમાંથી

શ્રી શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા. માટે શ્રીનાથજી એ જ સાક્ષાત શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણ એ જ શ્રીનાથજી છે.  આપના પ્રગટ થવાના મુખ્ય ત્રણ કારણ હતાં.

  • ૧)  ગોલોકમાંથી છૂટા પડેલા ભક્તજીવોનો અંગિકાર કરીને તેમનો ઉધ્ધાર કરવો.
  • ૨)  સારસ્વત કલ્પમાં શ્રીકૃષણ સ્વરૂપે કરેલી આનંદાત્મક લીલાઓનો ફરીથી અનુભવ કરાવવો.
  • ૩)  સારસ્વત કલ્પનો સેવાપ્રકાર ફરીથી શરૂ કરાવવો.

આજે શ્રી શ્રીનાજીનું આ સ્વરૂપ નાથદ્વારામાં બિરાજે છે. આ સ્વરૂપ કોઈ માનવે કે શિલ્પકારે ઘડેલું નથી. સ્વયંસિધ્ધ સ્વરૂપ છે.

શ્રી મહા પ્રભુજી ની ઉત્તમોત્તમ શિક્ષાઓ

  • ૧)
    વૈષ્ણવે ભગવાન શ્રીકૃષ્ણને  સર્વસમર્થ  ઈશ્વર માનીને માત્ર તેમનો જ આશ્રય કરવો જોઈએ. અન્યાશ્રય ક્યારેય ન કરવો.  કેમકે અન્ય દેવતા ગણીતાનંદ (ગણી શકાય તેવા સુખ) આપવાવાળા છે તેમનામાં સામર્થ જ  નથી કે તે કંઈક અધિક આપી શકે. તેનાથી માલિકને છોડીને તેમના અધિકારી વર્ગો ની સેવા કરવી અજ્ઞાનતા છે.
  • ૨)
    પ્રત્યેક વૈષ્ણવની ઈચ્છા પરબ્રહ્મ પ્રાપ્તિની હોવી જોઈએ. આ પ્રાપ્તિ ભાગવત સેવા દ્વારા સંભવ છે તેથી નિષ્કામ થઇ ભગવાનની આરાધના કરો. કપટ કયારેય ના રાખો.
  • ૩)
    વેદો પર અડગ વિશ્વાસ રાખો, કેમ કે તેમાં પ્રભુનું સ્વરૂપ રક્ષિત છે. આ પ્રકારે શ્રીમદભાગવતની પણ  સેવા કરો.
  • ૪)
    શ્રીકૃષ્ણ    પર અડગ વિશ્વાસ રાખી તેમની સેવા કરો. સેવામાં મન સર્વથા એકાગ્રહ રાખો. માનસી સેવા ઉતમ છે તેની સિદ્ધિ માટે તનુજા અને વિતજા સેવા છે.
  • ૫)
    જીવ અક્ષર બ્રહ્મનો અંગ છે. તો પણ અવિધાથી તે પોતાનાં સ્વરૂપને નથી જાણતો અવિદ્યાથી મુકત થવાથી  સ્વરૂપાનંદ મળે છે.
  • ૬)
    શ્રવણાભક્તિ કરવાથી ભગવાનનું મહાત્મ્ય જાણી શકાય છે.  અને ભગવાનની સેવામાં અભિરુચિ વધે છે. સેવાની સાથે  શ્રાવણદિ કરવાથી અવિદ્યા માંથી  જીવ  શીધ્ર મુકત થાય છે.
  • ૭)
    જીવોના બે ભેદ છે, દેવી અને આસુરી, દેવી  સૃષ્ટિ મોક્ષની અધિકારીણી છે આના બે ભેદો છે પુષ્ટિ અને  મર્યાદા.    પુષ્ટિસુષ્ટિ  પ્રભુના સ્વરૂપમાં જ  આસકત રહે છે અને એની  પ્રવૃતિ પ્રભુની સેવા કરવામાં જ હોય  છે.
    મર્યાદાસુષ્ટિ વેદાજ્ઞામાં આસકત  હોવાથી મર્યાદામાં જ તેમની વિશેષ આસક્તિ રહે છે. આસુરી પ્રવાહી સુષ્ટિ છે. આ સુષ્ટિ લૌકિક પ્રવાહમાં જ આસક્ત  રહે છે પુષ્ટિભક્તિમાં પણ ભેદ છે. તેમાં શુદ્ધ પુષ્ટિભક્તિ અત્યંત  શ્રેષ્ઠ ગણાય છે આ ભક્તિનાં અધિકારી  જીવ, માત્ર પ્રભુની  આજ્ઞાથી જ પ્રભુની લીલાપયોગી  અનુકૂળતા કરવા માટે પ્રકટ થાય છે .  પ્રભુની આજ્ઞાનુંરૂપ કાર્ય કરીને તે ફરી    પ્રભુની સમીપ જ  ચાલ્યા જાય છે. મિશ્રપુષ્ટિ  અપરાધ  વશ પ્રભુના દ્વારા આ  લોકોમાં આવે છે તેના ત્રણ ભેદ છે   પુષ્ટિ, મિશ્ર પુષ્ટિ, મર્યાદામિશ્ર  પુષ્ટિ અને પ્રવાહી મિશ્ર પુષ્ટિ ભકત.
    પુષ્ટિ મિશ્ર પુષ્ટિ ભકત ભગવાનનાં બધા સ્વરૂપો ને  અને ગુણોને, તેમની  લીલાને અને પોતાના ઉપર થયેલા દંડ ને અને તેમના કર્તવ્ય શું છે આ બધું જાણવા વાળા હોય છે.
    મર્યાદા મિશ્રપુષ્ટિભકત ભગવાન નાં ગુણો ને જાણવા વાળા હોય છે.
    પ્રવાહ મિશ્રપુષ્ટિભકત માં ભગવાનમાં સ્નેહ ઓછો હોય છે. લૌકિક  આસક્તિવશ તે પ્રભુ સેવા સંબંધી કાર્ય સ્નેહ રહિત થઈને રહે છે. આ મિશ્રપુષ્ટિ ભક્તોનો ક્રમથી  શુદ્ધ પુષ્ટિમાં પ્રવેશ થઇ શકે છે.
    પ્રવાહી જીવોને બે ભેદ છે. સહજ આસુર અને અજ્ઞ આસુર. સહજ આસુરોનું વર્ણન  ગીતાજીના સોળમાં અધ્યાય નાં સાત થી  વીસ શ્ર્લોકોમાં કર્યું છે .
    અજ્ઞ આસુર સાચુ પૂછો તો દેવી જ છે. તેમનો સમાવેશ પ્રવાહીમિશ્ર   પુષ્ટિભક્તોમાં  થાય છે તે સહજ આસુરમાં મળી  નથી જતા. તે ભક્તિમાર્ગનાં અનુકરણ વાળા હોય છે અને દંડનો ભોગ કરી ક્રમથી કૃતાર્થ થઇ જાય છે.
    પુષ્ટિ સુષ્ટિ પ્રભુના અંગથી જ  ઉત્પન્ન થઇ છે. તેથી તેમની ક્રિયા  , પ્રભુ  સ્વરૂપની સેવા અને આસક્તિ  પણ તે સ્વરૂપમાં જ હોય છે જેનાથી અંતિમ ફળ પણ પ્રભુ  સ્વરૂપની પ્રાપ્તિ અને તેમની  અવિચ્છિન્ન સેવાનું ફળ મળે છે. મિશ્ર  પુષ્ટિ જીવ પણ ક્રમ-ક્રમથી અંતમાં શ્રી ભગવત્સ્વરૂપને પામી  શકે છે.
    મર્યાદા સુષ્ટિ પ્રભુની વાણી દ્વારા ઉત્પન્ન થઇ જાય છે તેથી તેમની આસક્તિ  વાણીરૂપ વેદમાં જ વિશેષ હોય છે. પ્રભુના રૂપમાં તેમની આસક્તિ નથી હોતી. વેદને  માને છે તેથી જ્ઞાનરૂપ વેદ તેમને ફળ આપે છે પ્રભુ પ્રાપ્તિનું ફળ તેમને નથી મળતું.
    પ્રવાહ સુષ્ટિ પ્રભુની ઈચ્છાથી આ  જગતના પ્રારંભથી , અંત સુધી , મહાકાળ  સુધી ,લૌકિક સુખદુ:ખ માં જ આસકત થઇ ને  તેમાં જ ભટક્યા કરે છે તે સહજ આસુર (અહંકારી) છે. આ આસુરી જીવોમાં પણ કેટલા  ચર્ષણી  જીવ છે તે પુષ્ટિ પ્રવાહ અને  મર્યાદામાં ભ્રમણ કર્યા કરે છે તે બે  માર્ગ માં દીક્ષિત થઇ તૃદુકત કર્મ કરે છે. પરંતુ તેમનું ચિત કશામાં પણ લાગતું નથી. હંમેશા ડગડગ ડોલતા રહે છે.  તેમને પોતાની ક્રિયાના અનુસાર લૌકિક ફળ પ્રાપ્ત થાય છે.
  • ૮)
    દોષોની નિવૃત્તિને  માટે  ‘બ્રહમ સંબંધ’ અવશ્ય લેવું જોઈએ  બ્રહ્મસંબંધ નાં બાદ જ જીવ સેવાનો અધિકાર બની શકે છે.
  • ૯)
    પ્રભુને નિવેદન કરીને જ  વાસ્તુમાત્રનો  ઉપયોગ કરવો જોઈએ.
  • ૧૦)
    સેવકનો સ્વામીનાં પ્રતિ જે ધરમ છે  તેનું અનુસરણ કરતા પ્રભુની પરિચર્યા કરવી. પોતાના સુખની ઈચ્છા ન રાખીને, પોતાના પ્રભુમાં  સુખની ઈચ્છા રાખવી.
  • ૧૧)
    સેવા કરવામાં કોઈ પણ ભાવંતર નહિ આવવું  જોઈએ. જો આવી જાય તો પ્રભુની ક્ષમા –  યાચના કરવી અને પછી તે દોષ કયારેય ન આવે એવો પ્રયત્ન કરવો જોઈએ.
  • ૧૨)
    વૈષ્ણવ દીનતા અવશ્ય રાખવી. જેમને સાચી દીનતા પ્રાપ્ત થાય છે તેને  પ્રભુની અન્ગીકૃતિનો પરિચય  થાય છે. દીનતા પ્રાપ્ત કરવાને માટે ‘શ્રીકૃષ્ણ: શરણ મમ’ આ મંત્ર ઉત્તમ સાધન છે.
  • ૧૩)
    વિવેક ધેર્ય અને આશ્રયની đ 6;ક્ષા  પ્રત્યેક વૈષ્ણવે કરવી જોઈએ ‘ભગવાન  બધુ પોતાની ઈચ્છાથી કરશે’ આ ભાવનાને  વિવેક કહે છે . પ્રભુની આગળ ક્યારેય  દુખની નિવૃત્તિ માટે અથવા સુખની પ્રાપ્તિ માટે , પ્રાર્થના ન કરવી  જોઈએ . વ્યર્થના અર્થને ગ્રહણ નાં કરવું , તેને વિવેક કહે છે.
    સર્વ પ્રકારથી હરિની શરણાગતિ રાખવી. ભય સમયે પણ તેમનો જ આશ્રય રાખવો જોઈએ. ભગવાનમાં અવિશ્વાસનો પરિત્યાગ કરી આશ્રય રાખવો જોઈએ.
    પ્રભુ , ભકતની પરીક્ષા કરવા માટે  દુ:ખ આપે છે તેથી ધૈર્ય પૂર્વક સહન  કરવું જોઈએ . આ દુ:ખ  ભગવદીચ્છા જ દુર થઇ  શકે છે. વ્યર્થ મેહનત કરીને ઈશ્વર  પર અવિશ્વાસ પ્રકટ કરવો ન જોઈએ.
  • ૧૪)
    બધા પ્રકારના અપમાન અને કઠોરતા , પ્રાણીમાત્રામાં ઈશ્વરની ભાવના રાખી , સહન કરવા .
  • ૧૫)
    ઇન્દ્રિયોના વિષયોનો સર્વ પ્રકારે ત્યાગ કરવો  જોઈએ .
  • ૧૬)
    આ લોક અને પરલોકનાં વિષયોમાં ભગવાન  શ્રીકૃષ્ણચન્દ્ર નો જ આશ્રય રાખો. અન્યાશ્રય ન કરો.
  • ૧૭)
    દુ:ખથી બચવા માટે ભય આવે ત્યારે સર્વ પ્રકારે ભગવાનનો આશ્રય ગ્રહણ કરો.
  • ૧૮)
    જીવથી  જો  અપરાધ થઇ જાય તો પણ કૃષ્ણનો આશ્રય ગ્રહણ કરવાથી અપરાધની મુક્તિ થાય છે. કોઈ કાર્યની સિદ્ધિ ના પણ થાય  તો પણ ભગવાનની  ઈચ્છા એવી હશે તેવુ  માનવું.  આ પ્રકારે વિચારવાથી દુઃખ નહિ થાય.
  • ૧૯)
    અભિમાન ક્યારેય ન કરવું. જો ક્યારે અભિમાન આવી જાય તો  ‘શ્રી કૃષ્ણ: શરણં મમ’ આ   મંત્રનો પાઠ કરવાથી અહંકારની નિવૃત્તિ થાય છે. યોગ્ય તો આ  છે કે સર્વદા અને સર્વત   નિરલાસ થઇ ભગવાનના આ મંત્રને જપતા રહો.
  • ૨૦)
    પોતાના ધર્મને  સદા શ્રેષ્ઠ જાણીને  તેનામાં અડગ શ્રદ્ધાપૂર્વક  પોતાનું જીવન વ્યતીત કરો. વિધર્મ  અથવા બીજાના ધર્મથી  અથવા પોતાના વિરુદ્ધ ધર્મથી સદા દૂર રહો.
  • ૨૧)
    પોતાના  ઇન્દ્રિયરૂપ  ઘોડાઓને  ખૂબ રોકો. ક્યારેય જીજ્ઞાસા  અથવા કૂતુહલવશ પણ તેમનો  ઉપયોગ ન કરો.

પ્રત્યેક વૈષ્ણવ એ પ્રાત:કાળ ચાર થી પાંચ વાગ્યા સુધી અવશ્ય જ જાગી જવું જોઈએ. જાગૃત થયા બાદ ‘શ્રીકૃષ્ણ’ ‘શ્રી વલ્લાભાધીશ ‘ ‘ શ્રી ગુસાઈજી’ ‘શ્રી યમુનાજી’ ‘શ્રી ગુરુદેવ’ વગેરે પુણ્યનામોનું સમરણ કરવું જોઈએ. તેના બાદ શ્રીનાથજી અને પોતાના મંત્રોપદેષ્ટા ગુરુ નાં ચિત્રનું દર્શન કરો

 

શ્રી મહાપ્રભુજી સાત અલૌકિક સ્વરૂપોથી પોતાના સેવકોને સ્વરૂપાનંદનું દાન કરે છે.

  • ૧)
    મુખ્ય પુરૂષાકાર – સુધાસ્વરૂપ  :

    શ્રી મહાપ્રભુજીની દિવ્ય વાણીમાં આપશ્રી અલૌકિક નામાત્મક સ્વરૂપે બિરાજો છો.જેમ શ્રી કૃષ્ણે વેણુનાદ દ્વારા પોતાની અધરસુધાનું પાન વ્રજના જડચેતનને કરાવ્યું હતું તેમ શ્રી મહાપ્રભુજીએ પોતાની દિવ્ય વાણી દ્વારા પોતાની અધરસુધાનું પાન કરાવી એ અલૌકિક સુધા સ્વરૂપે આપણાં રોમરોમમાં બિરાજે છે.આજના સમયમા શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય અને સાનુભવ આપણાં ગંથોના પાઠ અને સ્વાધ્યાયથી વિશેષ અનુભવાય છે.

  • ૨)
    આનંદ સ્વરૂપ – કૃષ્ણ સ્વરૂપ  :

    શ્રી મહાપ્રભુજી એટલે શ્રી સ્વામિનીજીના હ્રદયમાં બિરાજમાન પ્રભુનું પુંભાવાત્મક સ્વરૂપ.આથી આપે પોતાના સેવકોને સેવા માટે ભગવદ્ સ્વરૂપ પધરાવી આપતાં આજ્ઞા કરીકે ‘ આ મારું સર્વસ્વ તમને સોંપું છું.’ આપણા માથે આપણા સેવ્ય સ્વરૂપશ્રી મહાપ્રભુજી આ ભાવાત્મક સ્વરૂપે બિરાજી સંયોગ ધર્મ અને અને સંયોગ ધમીર્ સ્વરૂપ નો અનુભવ કરાવે છે.

  • ૩)
    પરમાનંદ સ્વરૂપ-સ્વામિની સ્વરૂપ  :

    શ્રી મહાપ્રભુજી એટલે શ્રી ઠાકોરજીના હ્રદયમાં બિરાજતું શ્રી સ્વામિ્નીજીનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ.આ સ્વરૂપથી આપ સદાસર્વદા ભગવદ્ વાર્તા અને લીલા ચિંતનમાં નિમગ્ન રહો છે.માટે આપનું નામ છે ‘ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ સુપૂરિતઃ.’ આ વિપ્રયોગ ધર્મ સ્વરૂપે આપે ભક્તોને પોતાનો સ્વરૂપાનુભવ કરાવે છે.વિપ્રયોગ રસનું દાન કરે છે.

  • ૪)
    કૃષ્ણાય સ્વરૂપ- ભગવદ્ મુખારવિંદનું સ્વરૂપ  :

    શ્રી મહાપ્રભુજી ભગવદ્ મુખારવિંદ સ્વરૂપ છે. આ સ્વરૂપે આપ બાહ્ય અને અંતરમાં સદા નિકુંજ લીલારસમાં ડુબેલા છે.આપનું આ સ્વરૂપ ધર્મી વિપ્રયોગાત્મક સ્વરૂપ છે.જેનો અનુભવ શ્રી દામોદરદાસજી આદી ભગવદીયોને આપે કરાવ્યો છે.આ સ્વરૂપ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના ઉભયભાવનું સંશ્લિષ્ટ સ્વરૂપ છે.

  • ૫)
    વૈશ્વાનર – તાપાત્મક સ્વરૂપ   :

    વૈશ્વાનર એટલે અગ્નિ.શ્રી સુબોધિનીજીના પ્રારંભમાં આપે પોતાના આ સ્વરૂપનો પરિચય સ્વયં આપ્યો છે.આ સ્વરૂપથી આપ આસુરી જીવોને દૂર રાખો છો. સ્વભક્તોને ભગવદ્ પ્રાપ્તિ માટે આવશ્યક દીનતા, વિરહ , પ્રેમનું દાન કરે છે.

  • ૬)
    શ્રી વલ્લભ સ્વરૂપ – લીલા મધ્યપાતી સ્વરૂપ   :

    શ્રી યુગલ સ્વરૂપના માનમિલાપ માટે નિજધામમાં પ્રગટ થયેલું સ્વરૂપ.આપ સૌ નિજ્જનોના પ્રિય હોવાથી – કૃપાસ્વરૂપ હોવાથી શ્રી વલ્લભ નામે પ્રસિધ્ધ થયા.

  • ૭)
    શ્રી આચાર્ય સ્વરૂપ – સન્મનુષ્યાકૃતિ સ્વરૂપ    :

    પૃથ્વી પર શ્રી લક્ષ્મણ ભટ્ટનંદન સ્વરૂપે પધાર્યા તે સ્વરૂપ. કિશનગઢમાં બિરાજતા ચિત્રજીમાં આ સ્વરૂપના દર્શન થાય છે.આ સ્વરૂપે આપ જીવોને બ્રહ્મસબંધ આપી શરણે લો છે.માયાવાદ દૂર કરી બ્રહ્મવાદનું સ્થાપન કરો છે.

શ્રી વલ્લભાર્ચાયજીએ શ્રીમદ્, વેદ, બ્રહૄમસૂત્ર તથા ગીતાજી વગેરેનું મનોમંથન કરી જગતમાં સર્વ સામાન્ય વ્યકિતએ જીવનમાં કેમ જીવવું તેનું સચોટ માર્ગદર્શન કર્યુ. આપશ્રીના પ્રાગટય વિશે બે મત છે. કેટલાકના મતે આપશ્રીનું પ્રાગટય સવંત ૧૫૩૫માં થયું હતું. તો કેટલાક માને છે કે આપશ્રીનું પ્રાગટય સંવત ૧૫૨૯ના ચૈત્ર વદ એકાદશીના શુભ દિને થયું હતું.  આપશ્રીના પૂર્વજો અગ્નિહોત્રી હતાં. તેઓ જ્ઞાન, કર્મ અને ભકિતમાં  અતિ નિષ્ણાત હતાં. અગિયાર વર્ષની કુમળી વયે આાપશ્રીએ પિતાની છત્રછયા ગુમાવી હતી. બાળક વલ્લભ સૌને પ્રિય હોવાથી આપશ્રીનું નામ ‘વલ્લભ’ રાખવામાં આવ્યું હતું. આપશ્રીના ચરણારવિદંમાં શુભ

ચિહનોનાં દર્શન થતા.  જન્મ થતાં આ તેજસ્વી બાળક મૃતવત્ જણાંતા માતાપિતા સખત આઘાત સાથે શમીવૃક્ષની ગોખમાં  મૂકી હિંસક  પશુઓથી બચવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યા. સવાર થતાં માતાપિતા બાળકની સંભાળ લેવા ગયા ત્યારે આશ્ચર્ય સાથે જોયું કે બાળક જમણાં પગનો અંગૂઠો મુખમાં ચુસી રહ્યું હતું.
આપશ્રીના પિતાશ્રીનું નામ ‘લક્ષ્મણભટજી’ અને માતાશ્રીનું નામ ‘ઈલ્લમાગારૂજી’ હતું. નાની ઉંમરમાં આપશ્રી એ યર્જુવેદ, ૠગ્વેદ, સામવેદ, ભાષ્યસંહિત, વણિનીસૂત્ર, અષ્ટાધ્યાયી ગૌતમકણાદના ગ્રંથો તથા યોગસાંખ્ય, મીંમાંસા વગેરેનો અભ્યાસ કર્યો હો. તે ઉપરાંત માધવસંદાયી માધવેન્ર્દ યતિ પાસેથી ગીતા, ભાગવત, નારદ પંચરાત્ર વગેરેનું અધ્યયન કર્યુ હતું. આપશ્રીમાં અદભૂત વાક્શક્તિ હતી. ધીરેધીરે આપશ્રી વિદ્રાનોમાં પૂજનીય થતાં ગયા. અને ત્યારબાદ આપશ્રી શ્રી મહાપ્રભુજી તરીકે માન્ય થયા.  આર્ચાયશ્રીએ ભારતભરમાં ત્રણ વખત ખુલ્લા ચરણે પરિક્રમા કરી હતી. પ્રરિક્રમા દરમ્યાન શરૂ થયેલાં વાદમાં એક તરફ શાંકરવાદીઓ હતાં. જયારે બીજી તરફ માધવ, રામાનુજ, નિબાર્ક મતવાદીઓ હતાં.
આચાર્યશ્રીને જાણ થતાં આપશ્રીએ વાદના મુદા્ને નવેસરથી ખોલાવ્યાં અને પોતાનો મંતવ્ય દર્શાવ્યો જે સર્વ સામાન્ય થયો. આ સમયે આપશ્રીનો કનિકાભિષેક થયો.
આપશ્રીએ કેટલાય દિવસો સુધી ઉજ્જૈનમાં ક્ષિપ્રાનદીના કિનારા પર એક પીપળાના વૃક્ષ નીચે નિવાસ કર્યો એ સ્થાન આજે મહાપ્રભુજીની બેઠક તરીકે પ્રસ્ધિધ છે. જયાં જયાં આપશ્રીએ ભાગવત્ કથા કરી તે સ્થાન શ્રી મહાપ્રભુજીના બેઠકજી તરીકે પ્રસિધ્ધ છે.
દિવ્ય શક્તિ્ પ્રગટ કરતા કરતા વૃંદાવનમાં છ માસ બિરાજી વિદ્વત્સભામાં બ્રહ્મવાદની સ્થાપના  કરી.આપશ્રી એ યમુનાષ્ટકની રચના કરી.સં.૧૫૪૯ની શ્રાવણ સુદી એકાદશીની રાત્રિએ સાક્ષાત પ્રભુએ દર્શન દીધાં અને આજ્ઞા કરી  શ્રી વલ્લભ! મારો આપેલો ગદ્યમંત્ર તમે જે જીવને આપશો તે જીવનો હું સ્વીકાર કરીશ. આ ગદ્યમંત્ર અર્પણ વિધિને ‘બ્રહ્મસબંધ મંત્ર’ તરીકે ઓળખવામાં  આવે છે.
શ્રીમદ વલ્લભાચાર્યજી ઉપદેશમાં કહે છે કે ‘જીવ બ્રહ્મને ભૂલી ગયો છે માટે દુઃખી છે.’ અથાત આપશ્રીનું માનવું છે કે જેણે શ્રીકૃષ્ણનું શરણું છોડ્યું છે તે દુઃખી છે.રાસલીલાનું મૂળ રહસ્ય સમજાવતાં આપશ્રીએ કહ્યું છે કે‘ બ્રહ્મની પ્રાપ્તિ માટે તેને મળવા ઝંખતા ભક્તજીવનું તેની સાથે મીલન અને આનંદથી ઉભરવું તે રાસલીલા’.તેથી આપશ્રીએ રાસલીલાને વધુ મહત્વ આપ્યું છે.
પુષ્ટિ સંપ્રદાયમાં પુષ્ટિનો અર્થ ‘ભગવદ્ કૃપા’. આચાર્યશ્રી કહેછે કે‘ જીવ સાધ્ય પ્રયત્નથી જ્યાં પ્રભુની પ્રાપ્તિ કરે એ ‘મર્યાદા માર્ગ’ અને જ્યાં જીવના સાધનની અપેક્ષા રાખ્યા વગર પ્રભુ જીવને  પોતાના કરી લઈ પોતાની પ્રાપ્તિ કરાવે તે  ‘પુષ્ટિમાર્ગ’. કળિયુગમાં શ્રીકૃષ્ણનું શરણું એજ પ્રભુપ્રાપ્તિ નો માર્ગ છે.’
પુષ્ટિમાર્ગના પ્રવર્તક અને સ્થાપક શ્રી મહાપ્રભુજીએ જીવોના ઉધ્ધાર માટે ત્રણ વાર ચાલીને પૃથ્વીની પરિક્રમા કરી હતી.આ યાત્રા દરમ્યાન જ્યાં જ્યાં તેઓએ ત્રણ દિવસથી વધારે દિવસનો મુકામ કરી શ્રીમદ ભાગવત પારાયણ કર્યું તે સ્થળને ‘શ્રી મહાપ્રભુજીના બેઠકજી’ કહેવામાં આવે છે.
આપણા ભારતમાં આવા ૮૪ બેઠકો છે.જેમાં અપ્રગટ બેઠકો પણ છે.જે વૈષ્ણવે બ્રહ્મસબંધ લીધા હોય તે જ બેઠકમાં ઝારીજી ભરી શકે.શ્રી ગુંસાઈજીની ૧૬ બેઠકો શ્રી ગોકુળનાથજીની  ૮ અને શ્રી હરિરાયજીની ૨ બેઠકો છે.
શ્રી વલ્લભાચાર્યજીના ૮૪ વૈષ્ણવભક્તો પ્રસિધ્ધ છે.તેમાંના ૮ મુખ્ય હતાં.તેમાં ચાર કવિઓ સૂરદાસ્ કુંભનદાસ કૃષ્ણદાસ અને પરમાનંદદાસે ભક્તિમાર્ગનો ખુબ પ્રસાર કર્યો.
આપશ્રીના બે લાલ શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી.
શ્રીમદ વલ્લભાચાર્યજીએ જીવનલીલા સંકલ્પ કાશીમાં  હનુમાનઘાટ પર કર્યો અને એક માસ મૌન ધારણ કરી ભક્તિલીન બન્યા.અંતિમ દિવસોમાં સંન્યાસ લીધો.
આજ્ઞા માગવા આાવેલા પુત્રોને, શિષ્યોને અંગૂઠાથી રેતીમાં શિક્ષાના સાડા ત્રણ શ્લોક લખી પ્રભુના માર્ગે જોડાવાનો આદેશ આાપ્યો.બાવન વર્ષની ઉમરે સંવત ૧૫૮૭ના અષાડ સુદ બીજના દિવસે (સન ૧૫૩૨) ગંગામાં પ્રવેશ કરી અદ્દશ્ય થઈ ગયા.
થોડી ક્ષણોં બાદ એક ઉજ્જવલ પ્રકાશ પ્રગટ થયો અને લોકોએ જાયું કે તે દિવ્ય શરીર ધારણ કરી ને ઉર્ધ્વલોકગમન કરી રહ્યો હતા.વૈષ્ણવજનોને ભક્તિની શુધ્ધ નીતિ-રીતિ સમજાવી આધ્યાત્મિક માર્ગમાં નવી ચેતના સંચાર કરી.આજે દેશમાં અને વિશ્વમાં લાખો વૈષ્ણવો પુષ્ટિમાર્ગને પ્રભુનો માર્ગ સમજી શ્રધ્ધાપૂર્વક અને ભક્તિપૂર્વક અનુસરી જીવનનું કલ્યાણ કરી રહ્યા છે.

પુષ્ટિ માર્ગ   એટલે  કૃપા માર્ગ .

પુષ્ટિમાર્ગ  માં  શ્રી  હરી -ગુરુ-વૈષ્ણવ  ની  મુખ્યતા  છે.

શ્રી  હરી  એટલે  શ્રી ગોવર્ધનનાથજી – શ્રી જી  બાવા- શ્રી  નંદનંદન  કૃષ્ણપ્રભુ જ  શ્રી નાથજી  સ્વરૂપે   પ્રકટ  થયા છે.

ગુરુ એટલે  મહાપ્રભુ  શ્રી  વલ્લભાચાર્યજી .

વૈષ્ણવો  એટલે  ૮૪-૨૫૨  ભગવદીયો .

શ્રી  હરી -ગુરુ-વૈષ્ણવ ની  કૃપા  થી  પુષ્ટિમાર્ગ  માં  આપણો ઉદ્ધાર  છે.

વૈષ્ણવો  પ્રભુની   નાદ  સૃષ્ટિ  છે.

પુષ્ટિજીવો ને  પ્રભુ એ  પોતાની  સેવા   માટે જ  પ્રકટ  કર્યા છે.

આથી  તેમનું  મુખ્ય  કર્તવ્ય  પ્રભુ  સેવા  સ્મરણ છે.

જે   જગત  ના કણ કણ  માં પ્રભુ ને  જુએ  તે  વૈષ્ણવ .આખું  જગત  પ્રભુ નું છે  તેમ   માને તે   વૈષ્ણવ.

વૈષ્ણવો ની   ભાવપૂર્વક  સેવા કરવાથી  તે  પ્રસન્ન  થાય છે.

વૈષ્ણવો  પ્રસન્ન   થઈને   કૃપા કરે  ત્યારે  શ્રી મહાપ્રભુજી પણ પ્રસન્ન  થઈને  કૃપા કરે છે.  શ્રી  મહાપ્રભુજીની  કૃપા થી  શ્રી  ઠાકોરજી  પણ  પ્રસન્ન  થઈને  કૃપા  કરે છે .

આથી  પહેલા  વૈષ્ણવ ની  કૃપા  મેળવવા  વૈષ્ણવોની  દીનતા  અને  પ્રેમ થી સેવા  કરવી  જરૂરી છે .

વૈષ્ણવ-સેવા  ની  શરૂઆત  ઘર થી  કરવી, કાં.કે  ઘર  ના  સૌ  વૈષ્ણવો છે.

વૈષ્ણવો ના  દોષ  જોવા  નહી.

વૈષ્ણવો ની નિંદા ના કરવી .

વૈષ્ણવો નું ક્યારેય  અપમાન ન કરવું.

ઘેર  આવેલા  વૈષ્ણવો ને  પ્રેમપૂર્વક  મહાપ્રસાદ  લેવડાવ્યા  પછી જ  આપણે મહાપ્રસાદ  લેવો.

વૈષ્ણવે  સદા  દીનતા  રાખવી.

શ્રી વલ્લભ  અને  શ્રી ઠાકોરજી -શ્રી કૃષ્ણ ને  એક  જાણવા .

શ્રી  વલ્લભ ની સેવા  શુદ્ધ  ગુરુ ભાવ  થી કરવી .

વલ્લભ  ની આજ્ઞા  સદા  પાળવી.

આપણા ગુરુ  શ્રી  મહાપ્રભુજી   છે.તેમના વંશજો -બાલકો  ગુરુદ્વાર  રૂપ છે.

શ્રી વલ્લભ  ના  વચન  માં  હંમેશા  દ્રઢ  વિશ્વાસ  રાખવો.

ગુરુ દ્વારા જ  પુષ્ટિ માર્ગ  માં  અંગીકાર થાય છે.

શ્રી મહાપ્રભુજી , શ્રી ગુંસાઈજી  ના  ગ્રંથો   વાણી સ્વરૂપે  આપણા ઘર  માં બિરાજે  છે .તે  ગ્રંથો નો  શ્રદ્ધા અને  વિશુદ્ધ  બુદ્ધિપૂર્વક નિયમ  થી દરરોજ  પાઠ      કરવો.

અર્થ  સમજીને  પાઠ  કરવા.પણ કદાચ અર્થ  ન  સમજાય તો પણ  શ્રદ્ધા  રાખી ને   પાઠ  કરવા.

શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ થી  શ્રી  ભાગવત ના  પાઠ નું  ફળ  મળે છે.

ત્રિવિધ લીલા  નામાવલી ના  પાઠ  થી  દશમ સ્કંધ ના  પાઠ નું  ફળ  મળે  છે .શ્રીસર્વોત્તમ સ્તોત્ર  વૈષ્ણવો નીગાયત્રી છે.

શ્રી મહાપ્રભુજી  એ  આપેલા  અષ્ટાક્ષર  અને  પંચાક્ષર  મંત્ર નો  દરરોજ બને  તેટલો  જપ  દીનતા  ને  એકાગ્રતાપૂર્વક  કરવો.

અષ્ટાક્ષર મંત્ર ના  જપ થી  શરણાગતિ  સિદ્ધ  થાય છે.

પંચાક્ષર મંત્ર  ના  જપ થી  વિપ્રયોગ ભાવ  સિદ્ધ  થાય છે.

સેવા માં    અર્ધભુક્ત   વસ્તુઓનો  કદાપી  ઉપયોગ  ન કરવો .

સેવા માં લીલાઓની  ભાવનાઓ નું  ચિંતન  અવશ્ય  કરવું.

સેવા માં  લોકલાજ ,કુલ મર્યાદા  વિગેરે નો  ત્યાગ  કરવો .

સેવા  પોતાનાં ઘર  માં  ગુપ્ત  રીતે  કરવી .

પુષ્ટિ ભક્તિ પતિવ્રતા ના  ધર્મ  જેવી છે.

આપણા  કુટુંબીજનો ની સાથે  સેવા  કરવી .

આપણા પોતાનાં  શરીર -સંપત્તિ થી જ સેવા કરવી.

બીજાને  પૈસા  આપી સેવા  ન કરાવવી .

બીજા ના  દ્રવ્ય  થી  સેવા ન કરવી.

સેવા  સાધન અને  ફળ  બન્ને  છે.

સેવામાં  દીનતા  રાખવી .સેવા કર્યાનું  અભિમાન  ન રાખવું.

સેવા  નિત્ય  આદર અને  ભાવ પૂર્વક  કરવી.

સેવા નું જાહેર માં  પ્રદર્શન  ન  કરવું.