Engineer – દુનિયાને બદલવનાર એક કલાકાર !

Posted: November 20, 2016 in Vasoya Parivar
થોડું ગૂગલિંગ કરો તો ખબર પડે કે એન્જીનીયર શબ્દ, મોટા મોટા એન્જીન (કે યંત્રો) ને બનાવનાર કે મેન્ટેન રાખવાવાળા વ્યક્તિ માટે વપરાતો. એન્જીનીયર લેટિન વર્ડ માંથી આવ્યો છે જેનો અર્થ લેટિન માં સ્માર્ટ એવો થાય છે. એન્જીનીયરની વ્યાખ્યા જોવો તો કૈક આવી છે ” જે વ્યક્તિ કૈક નવું ડેવલોપ કરે છે કે કોઈ રિયલ લાઈફ પ્રોબ્લેમ નું સોલ્યુશન શોધે છે એને એન્જીનીયર કહેવાય”. આજકાલ “એન્જીનીયરીંગ” એક કોલેજની ડિગ્રી છે. એમાં ઘણી બ્રાન્ચ છે જેમ કે મિકેનિકલ , સિવિલ , ઇલેટ્રીકલ , ઇન્ફોર્મેશન ટેક્નોલોજી . કમ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન , કેમિકલ , બાયો ટેક્નોલોજી, એન્વાયર્નમેન્ટ વગેરે વગેરે.
Engineer
આજકાલ એક નવો ટ્રેન્ડ આવ્યો છે, સ્પેશિયલી જે ભણ્યા નથી અને 10-15 ધંધા બદલાવીને , લોકો ને બાટલી માં ઉતારી ને એક નાની ગાડી લઇ લીધી હોઈ અને પોતાને બિઝનેશમેન ગણતા હોઈ એવા લોકો માં !  કોઈક ખેડૂત કે કારીગરે ટ્રેક્ટર જે મશીન ની ડિઝાઇન માં થોડો ફેરફાર કરી ને કૈક જુગાડ બનાવ્યું હોઈ કે જે સ્પેસિફિક એક જ કામ કરી શકતું હોઈ , જેમાં મિકેનિકલ એફર્ટ , મેન્યુઅલ એફર્ટ કરતા વધારે હોઈ એવા મશીન નો વિડીયો મુકશે અને ઉપર લખશે ” આ એન્જીનીયર નહિ જ હોઈ ” ! અરે કમબુદ્ધિ માનસ , જે એન્જીન નો ઉપયોગ આ ભાઈએ કર્યો છે એ એક એન્જીનીયરે જ ડિઝાઇન કર્યું હશે. ઘરમાં નાનામાં નાની વસ્તુ કે  નાનું યંત્ર કે તમે જેમાં આ પોસ્ટ વાંચો છો એ મોબાઈલ કે લેપટોપ એન્જીનીયર્સે જ ડિઝાઇન કર્યા છે.
હમણાં જ એક પોસ્ટ વાંચી હતી, કોઈ ભાઈ એક સોફ્ટવેર કે એપ્લિકેશન નો ઉપયોગ કરી કૈક 50-60 હાજર રૂપિયા કમાતો હતો. એની ઉપર લખ્યું હતું , એન્જીનયરો કે વધુ ભણેલા ગણેલાઓ ને આ નહિ સમજાય ! ભાઈ , જે એપ્લિકેશન કે સોફ્ટવેર એ વાપરે છે એ કોને બનાવ્યો છે અને એ કેટલું કમાય છે એ તારી ત્રણ પેઢીને પણ નહિ સમજાય.  ઘણા વળી બિલ ગેટ્સ કે માર્ક ઝુકરબર્ગનું ઉદાહરણ લાવે કે એ કોલેજ ડ્રોપઆઉટ છે અને આટલું બનાવ્યું છે. એક વાર પાછું પૂછી જોજો એ કઈ કોલેજ માંથી ડ્રોપ આઉટ છે ? “હાર્વર્ડ” ! દુનિયાની પહેલી હરોળની યુનિવર્સીટી છે. અને જો અધૂરું ભણેલા કે એન્જીનીયર ના હોઈ એવા લોકો જ  કૈક ઇન્નોવેશન લાવતા હોઈ તો આ મહાનુભાવો એ એની કંપની માં એન્જીનીયર્સ ના બદલે કોલેજ ડ્રોપઆઉટ્સ ને જ રાખ્યા હોત.
હા ડિગ્રી આવી જવા થી કોઈ એન્જીનીયર ના બની શકે, ખરું। પણ દુનિયામાં જે કાંઈ ઇનોવેશન થાય છે એની પાછળ ક્યાંક ને ક્યાંક  એન્જીનીયરનું ભેજું છે. ઘરમાં યુઝ કરતા બ્લેન્ડર થી માંડીને નાસાના અવકાશયાન ની પાછળ એક એન્જીનીયર છે. તમે વાંચી રહેલ આ બ્લોગ ના પ્લેટફોર્મ થી માંડી ને તમારા હાથ માં જે મોબાઈલ છે એની ડિઝાઇન પાછળ એકે એન્જીનીયર છે. તમારા ઘરમાં વપરાયેલ સિમેન્ટની બનાવટ થી માંડીને સરદાર સરોવર ડેમ બનાવનાર ની પાછળ એક એન્જીનીયર છે. તમારા બાઈક કે કાર ની બનાવટ માં કે બુલેટ ટ્રેન ની સ્પીડ માં ક્યાંક ને ક્યાંક એન્જીનીયરનું યોગદાન છે.
એન્જીનીયર એ સવારે 9 થી સાંજ ના 6 વાગ્યા સુધી જોબ માં જતો માણસ જ નથી , એને લખેલ એક એક કોડ (પ્રોગ્રામ) ક્યાંક ને ક્યાંક ઇનોવેશન લાવે છે. ભલે એક એન્જીનીયર શરૂઆતમાં  એક કારીગર ની સાથે CNC  મશીન ચલાવતો હોઈ પણ હું ખાતરી આપુ છું કે પાંચ છ  વર્ષ પછી એ સેઈમ જગ્યાએ નહિ જ હોઈ. જે સિવિલ એન્જીનીયરને શરૂઆતમાં કડિયા જેટલી પણ ખબર ના પડતી હોઈ એ જ એન્જીનીયર જયારે અનુભવ મેળવે ત્યારે એને શીખેલ થીયેરી નો ઉપયોગ કરી શહેર માં એક બ્રિજ કે બિલ્ડીંગ બનાવે છે જયારે એની મજાક ઉડાવતા એ  કારીગરો ત્યાં જ હોઈ છે !

અને હા ફરીથી, જે વ્યક્તિ રિયલ લાઈફ પ્રોબ્લેમનું શોલ્યુશન લાવે છે કે કૈક નવું ઇનોવેટ કરે છે કે એમાં યોગદાન આપે છે એ બધા એન્જીનીયર્સ જ છે. જો લેખકો , કવિઓ , ડોક્ટરો, નેતાઓ  પોતાના કામ ની વાહ વાહ કરી શકતા હોઈ અને પોતાને દુનિયાનો એક પાયો બતાવી શકતા હોઈ તો એંજીનીયરો કેમ નહિ !!

Leave a comment